ભિક્ષુક બની રહો Bhikshuk Bani Raho Poem by Mehta Hasmukh Amathaal

ભિક્ષુક બની રહો Bhikshuk Bani Raho

ભિક્ષુક બની રહો

શબ્દો ની ભરમાર
કરે પ્રહાર આરપાર
ના આપે કોઈ તક વિચારવા ની
હવે તો સૂઝ હોવી જોઈએ આચરવાની।

શબ્દ નો મર્મ
રાખે હંમેશા ભેદભરમ
તેને સમજતા ઘણી વાર લાગે
ઘણી વાર તો લોકો તેના થી દૂર ભાગે।

શબ્દ બાણ કરે સખત મારો
તેના થી રહે સતત ડારો
કોઈ એને રોકવાની કોશિશ કરેજ નહિ
બસ સાંભળતા રહે અને રોકે જ નહિ।

આવા પ્રહાર ને રોકવા મનોરથ છાહીયે
શબ્દભેદી શસ્ત્ર ને રોકવા સ્વાર્થ નહિ ચાહિયે
બસ એકજ શસ્ત્ર છે શાસ્ત્ર
રોકો એને મૂક બની ને ઉઠાવે માત્ર।

ના રોકો મન ના રથ ને
બસ ના કહો એવા મનોરથ ને
મૂક થઈને પ્રેક્ષક બની રહો
બસ હા મા હા કહો અને ભિક્ષુક બની રહો।

બસ થઇ ગયો તેનો હ્રાસ
હવે તમે કરો ઉપહાસ
તેના થઇ ગયા ઉપર શ્વાસ
તમને બંધાવી ગયા ઊંડી આસ।

ભિક્ષુક બની રહો Bhikshuk Bani Raho
Wednesday, December 7, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 December 2016

R K Khandhar Correct Unlike · Reply · 1 · 1 hr

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2016

બસ થઇ ગયો તેનો હ્રાસ હવે તમે કરો ઉપહાસ તેના થઇ ગયા ઉપર શ્વાસ તમને બંધાવી ગયા ઊંડી આસ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success