ભૂલ થઇ જાય Bhul Poem by Mehta Hasmukh Amathaal

ભૂલ થઇ જાય Bhul

ભૂલ થઇ જાય

પોતાનો જુસ્સો
એને જોઈએ ભરોસો
વિશ્વાસ બે હાથો નો
હામ ભીડી ને લોહા લેવા નો।

કર્મવીર થવાનો લ્હાવો
ભડવીર થવાનો મન નો થનગાવો
પ્રભુ પારાયણતા નો પાયો
જીવન માં ઘણું ધન્ય થયો।

આજ જીવન
રાખો એને સજીવન
ખુલ્લી છે વનરાજી અને દેખાય છે ઉપવન
મન સદા રહે છે ચેતન।

ભલે હો ક્ષણભંગુર
અને રહેતું હો ચિંતાતુર
પણ હંમેશા રહે આતુર
સાંભળવાને મયુર।

આજ છે જીવન ની કઠિનાઈ
એને આપવી છે વધાઈ
કેટલા કેટલા તારા વરવા રૂપ!
અને ઉપરથી પાછો મોહમાયા નો ઓપ।

હાથ જોડી હું બોલ્યો 'જયજિનેન્દ્ર '
જેમ બોલ્યા હતા દેવાધિદેવ ઇન્દ્ર
હું એક પામર અને તુચ્છ પ્રાણી
પ્રભુ હોજો કૃપા અને કરજો સરવાણી।

આભાર તમારો સદેહે ધરતી પામવાને
વંદન કરવા ને અને ભજવાને
ભૂલ થઇ જાય કદી રખે ને
પણ જીવન ને બનાવજો લેખે ને

ભૂલ થઇ જાય Bhul
Saturday, August 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 August 2017

પ્રભુ હોજો કૃપા અને કરજો સરવાણી। આભાર તમારો સદેહે ધરતી પામવાને વંદન કરવા ને અને ભજવાને ભૂલ થઇ જાય કદી રખે ને પણ જીવન ને બનાવજો લેખે ને

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success