બીજા બધા વગડા નાં વા.. bija badha Poem by Mehta Hasmukh Amathaal

બીજા બધા વગડા નાં વા.. bija badha

Rating: 5.0

બીજા બધા વગડા નાં વા

ગુજરાત ની સરખામણી જ નાં હોય
દયા નો જ્યાં વસવાટ હોય
માનવતા જ્યાં મહેકતી હોય
એવા ગુજરાતી જ્યાં તમને હાલતા ચાલતા મળતા હોય।

કોઈ વાર પારખા કરી જોજો
વતન માં તમે કોઈક વાર તો જાતા હશો
'ભૈલા બેસી જા ' તને બેસવાની જગા કરી આપું
'તું થાકી ગયો હોઈશ ' તને ઠંડુ પાણી આપું

મારવા મરવાની તો વાત જ લોહી માં નથી
હજુ તમે સાચા સંસ્કાર ની જાંખી જોઈજ નથી
તમને અજાણ્યો માણસ ખબર પૂછે ત્યારે જાણજો
ગુજરાતની મેહમાનગતી ક્યારેક તો માંણજોજ

'તારી તબિયત કેમ છે ' સ્નેહ થી નીરતી આંખે ડોસીમા પૂછશે
'દવા સારી કરાવ ને ' માથાપર હાથ ફેરવી શિખામણ પણ આપશે
આવું બધું તમને ક્યાંય જોવા નહિ મળે!
'એતો બધો સમૃદ્ધ વારસો છે' એટલે ભલા માણસોજ મળે

ભૂલથી પણ ગુજરાત વિષે ઘસાતું નાં બોલશો
જો એવું થશે તો પરનાં પણ ભોગવવા પડશે
પારકા લોકો બે બોલ પણ સંભળાવશે
આપના પતન ની કટાક્ષ વાણી મો બયાન કરશે.

આપણ ને કોઈ નાં બોધપાઠ ની જરૂર નથી
આપનો વારસો જ કબુલ છે તન, મન અને ધન થી
ક્યા છે સવાર ના પ્રભાત્તિયા અને પ્રભાતફેરી?
કયો છે પશુપ્રત્યે પણ દયાભાવના અંને લાગણી?

ગુજરાત ની સેવા પ્રભુસેવા
એક બીજાના પ્રેમમાંજ મેવા
બાકી આપણ ને શી લપછપ અને લેવાદેવા?
'જેમ મા તે માં' અને બીજા બધા વગડા નાં વા

Sunday, May 18, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success