બોલવા બોલવા માં ફરક Bolvaa Poem by Mehta Hasmukh Amathaal

બોલવા બોલવા માં ફરક Bolvaa

બોલવા બોલવા માં ફરક

મન માં ઓછું લાવશો તો નહી ચાલે
સંબંધ માં તો બહુ આમજ હાલે
બોલ્યા ચાલ્યા અને માફ
દિલ ને રાખવું સાફ।

ઓછું શા માટે સમજવું?
જો બોલ્યા હોય ખરું
સંબંધ માં ખરુજ કહેવાનું હોય
ખરું રહેવાનું ના હોય!

સંબંધ એટલે મોટો બંધ
પાણી નો જથ્થો રહે એમાં અકબંધ
નદી લાવે તેમાં નવું તાજું પાણી
આપણી પણ પછી બની રહે તાજી સરવાણી।

સંબંધ માં આવે તેજી અને ઓટ
તેની હંમેશા સાલે ખોટ
કદી ના ભરપાઈ થાય તેવી શૂન્યતા
આજ તો છે ખરી માનવતા।

કરજો દિલ થી મુલવણી
એની ક્દી ના કરી શકશો ચુકવણી
કરવા જશો તો ગુમાવશો કાયમ નો વિશ્વાસ
હંમેશા રહી જશે ઉંડો નિશ્વાસ।

ધારવા કરતાં વધારવું
ઉચિત ને અનુચિત ના ઠેરવવું
દિલ ને રાખવું વિશાળ
પ્રેમ પછી પાડશે ટંકશાળ।

કહી દો મન ને થોડી ધીરજ રાખે
મન માં જે આવે તે ના બકે
બોલવા બોલવા માં ફરક આવી જાય
સામ્યતા મા ફરક આવે અને બેડો ગરક થઇ જાય।

બોલવા બોલવા માં ફરક Bolvaa
Thursday, May 11, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

rupal bhandari Like · Reply · 1 · 2 mins · Edited

0 0 Reply

aman pandey Like · Reply · 1 · 1 min · Edited

0 0 Reply

welcome hcl hcl Like · Reply · 1 · Just now

0 0 Reply

welcoem manisha mehta Like · Reply · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success