બુંદ ની તરસ... Bund Poem by Mehta Hasmukh Amathaal

બુંદ ની તરસ... Bund

Rating: 5.0

બુંદ ની તરસ 
બુધવાર,3 ઓક્ટોબર 2018

એક એક બૂંદની તરસ 
ધરતી ને છે એની પરખ 
લીલી ચાદર વર્ષા ની જ દેન છે 
વર્ષા જોડે જૂનો અને પવિત્ર પ્રેમ છે। 

મારું કાળજું કૉપી જાય 
જયારે પશુ, પ્ર્રાણી તરસ થી મરી જાય 
મારા શરીર પર મોટી તિરાડ દેખાય 
આકાશ માં કોઈપણ જગાએ વાદળો નો વર્તારો ના દેખાય। 

હું કારમો નિસાસો નાખું 
મારી જાત ને આમતેમ વીખી નાખુ 
પણ શુ કરૂં? મારું બંધન જ છે અનોખું 
આ તો થાય છે પ્રેમ નું પારખું!  

કાળા ડિબાંગ વાદળો મને કરે છે ભાવવિભોર 
મોરલા ઓપણ ઘેલ માં આવી કરે છે શોર 
મારી લાગણીઓ પણ વ્યક્ત કરે આનંદ 
હવે શમી જશે બધાનું આક્રંદ। 

વષા ની પ્રથમ હેલીએ જ થયું જળબમ્બાકાર 
અમે બધા ખુબ નાચ્યાં અને કર્યો સહર્ષ સ્વીકાર 
આનું નામજ સ્વર્ગ અને ધરતી નો સમાગમ 
પ્રેમ અને લાગણીઓ નો થાય સેતુ સંગમ। 

હસમુખ અમથાલાલ મહેતા 

બુંદ ની તરસ... Bund
Wednesday, October 3, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 October 2018

વષા ની પ્રથમ હેલીએ જથયું જળબમ્બાકાર અમે બધા ખુબ નાચ્યાં અને કર્યો સહર્ષ સ્વીકાર આનું નામજ સ્વર્ગ અને ધરતી નો સમાગમ પ્રેમ અને લાગણીઓ નો થાય સેતુ સંગમ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success