ચાંદો પણ શરમાઈ જાવે.. Chando Poem by Mehta Hasmukh Amathaal

ચાંદો પણ શરમાઈ જાવે.. Chando

Rating: 5.0

ચાંદો પણ શરમાઈ જાવે
શુક્રવાર,6 ડિસેમ્બર 2019

ચાંદો પણ શરમાઈ જાવે
તું જ્યારે પણ નજરો ની સામે આવે
તારી શીતળતા ને, ના સાંખી શકે
તારી ખુબસુરતી ને ના ઢાંકી શકે। ચાંદો પણ શરમાઈ જાવે

રૂપ રૂપ ના અંબાર સરીખી
આ તો લાગે મને એક ઝાંખી
નયનો જો થાય, ધીરે થી ઊંચા
નીચી આવી જાય મિનાર ને ઝરોખા। ચાંદો પણ શરમાઈ જાવે

પહાડો ના શિખર ધવલ દેખાય
તારું રૂપ જોઈ ને શરમાઈ જાય
શરમ ના શેરડા લાલી ને લાવે
મારા મન ને ખુબ ડોલાવે।ચાંદો પણ શરમાઈ જાવે

પ્રભુ ને પણ કહેવાનું મન થઇ જાય
ભારોભાર વિનંતી કરવાને પ્રેરાય
સમય લઈને તમે કમાલ કરી નાખી
આખી દુનિયા ને અચંબા માં ગરકાવ કરી। ચાંદો પણ શરમાઈ જાવે

રૂપ ના અંબાર થકી, અચંબિત થઇ જાવું
મન મૂકી ને જાત નેઘણી બિરદાવું
આવા ચાંદલા ને જોઈને, ઘણો હરખાવું
જાતે હસી ને પોતાને શરમ થી દેખાવું। ચાંદો પણ શરમાઈ જાવે

તમે મારા જીવન ને ખુબ દીપાવ્યું
મારા જીવતર ને ઉજાળ્યું
મેં મારી જાતે ખુબ અનુભવ્યું
તમે રાખ્યુ એને સુંદર અને ખુબ મહેકાવ્યું। । ચાંદો પણ શરમાઈ જાવે

હસમુખ અમથાલાલ મહેતા

ચાંદો પણ શરમાઈ જાવે.. Chando
Saturday, December 7, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 December 2019

તમે મારા જીવન ને ખુબ દીપાવ્યું મારા જીવતર ને ઉજાળ્યું મેં મારી જાતે ખુબ અનુભવ્યું તમે રાખ્યુ એને સુંદર અને ખુબ મહેકાવ્યું। । ચાંદો પણ શરમાઈ જાવે હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2019

તમે મારા જીવન ને ખુબ દીપાવ્યું મારા જીવતર ને ઉજાળ્યું મેં મારી જાતે ખુબ અનુભવ્યું તમે રાખ્યુ એને સુંદર અને ખુબ મહેકાવ્યું। । ચાંદો પણ શરમાઈ જાવે હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success