છેલ્લી તમન્ના.... Chhelli Poem by Mehta Hasmukh Amathaal

છેલ્લી તમન્ના.... Chhelli

Rating: 5.0

છેલ્લી તમન્ના
શનિવાર,6 ઓક્ટોબર 2018


મળવા આવો તો ખરા હરિ
મન માં અધીરાઈ છે ઘણી
ભક્તો ને દર્શન તમે દીધા છે
દિલ થી તમોએ અમને પોતાના સમજ્યા છે।

ઉત્કંઠા અને અભિલાષા
ઉભરે છે દબાયેલી મનસા
નથી છોડી હજુ મળવાની આશા
સમજી લોને મારા મન ની ભાષા।

હરપળ તમો ને જપુ અને ઝંખું
વીતી ગયું આમ જ મારું આયખું
ક્રોધ કરી રિસાણો ઘણો
પણ સમજી ગયો સાન માં ઘણો।

દિવસ ને રાત જોયા નથી
વરસાદ, કાંટા ની પરવા કરી નથી
ખુલ્લા પગે પ્રભુ ના દર્શન માટે દોડ્યો
આરતી નો લહાવો કદી ના છોડ્યો।

પ્રભુ હવે તો હું જવાને આરે
જીવન છોડ્યું તમારે સહારે '
મન ની આશા મન માં રહી જાય ના
બસ મળવાની આ છે છેલ્લી તમન્ના।

હસમુખ અમથાલાલ મેહતા

છેલ્લી તમન્ના.... Chhelli
Saturday, October 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 October 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome tarun H. Mehta 90 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome Khalid AL-hamami 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 October 2018

પ્રભુ હવે તો હું જવાને આરે જીવન છોડ્યું તમારે સહારે ' મન ની આશા મન માં રહી જાય ના બસ મળવાની આ છે છેલ્લી તમન્ના। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success