મારાદલડા ના ચોર
Friday, October 9,2020
0500-AM
મારાદલડા ના ચોર
કેમ મચાવો છો શોર!
લગાવશો જો જરા જોર!
તો તૂટી જાશે પ્રેમ ની ડોર।
પ્રીત્યું કરી કેમ સતાવો?
આનાકાના કરી કેમ બતાવો
હાથ માં ચાંદો મુકી ના સપના દેખાડો
કરી દો "હા" આજે છે સારો દહાડો।
ભાગી ભાગી ને હું દૂર ચાલી આવી
ના ઠંડી એ કે પછી ગરમી એ સતાવી
પગ માં પડી ગયા છાલા પણ હું તો ચાલી આવી
પ્રેમ ની મારી જોગણ થઇ પાછળ દોડી આવી।
સંસાર ની માયા થી દૂર
પ્રકૃતિ ની છાયા સુદૂર
હું મુકીશ મારી સેંથી માં સિંદૂર
ભલે પછી તું હોઈશ રાજા કે મજુર।
મારા પ્રેમ ની કસોટી ના લેશો
મારો ભરોસો તમારા માં થી ઉઠી જશે
હું નથી જાણતી પ્રેમ નો અંજામ શું હશે?
પણ અંત માં બધા સારા વાના થશે।
પ્રેમ નો મારગ છે શૂરા નો
નથી આશય સુરાગ શોધવાનો
એક બીજા માટે મરી ફીટવાનો
પ્રેમ પ્રત્યે વ્યક્ત કરવાની આસ્થાનો।
આ છે જીવન નો સંગમ
બધાને હોય તેની ગતાગમ
પ્રેમ એટલે સુર નો આલાપ
એને બદનામી આપવી એટલે મહાપાપ।
ડૉક્ટર જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પ્રેમ એટલે સુર નો આલાપ એને બદનામી આપવી એટલે મહાપાપ। ડૉક્ટર જાડીઆ હસમુખ