દરિદ્રતા પ્રદર્શિત
ગોરું મારું વદન અને વાન
લેશમાત્ર રાખ્યું નથી અભિમાન
ચેહરો હસતો ને હસતો
ભલે ને હોય આત્મા રડતો।
મન મારું રડી પડે
જ્યારે કોઈ પણ આવી પોતાની કથની કહે
મારો અંતરાત્મા પોકાર કરી ઉઠે
શા માટે આવો નિર્ણય લોછો પ્રભુ વૈકુંઠે?
ઘણા ના પચાવી શકે કુદરત ની લીલા ને
રાખે મોઢા લાચાર અને વિલા વિલા ને
જાણે માથાપર મુસીબત નો કાયમ માટે પહાડ તૂટી પડ્યો હોય
આવતી કાલે જાણે સુરજદાદા ઉગવાના જ ના હોય।
હું પણ જાણું છું તેની વિવશતા
ના કહી શકું કે આ છે કાયરતા
મન ઉચાટ થી બેસવા લાગે
ત્યારે આઘાત બહુજ કારમો લાગે।
બધાજ શુરવીર નથી હોતા
એટલું સહજતા થી બંધન નથી તોડી શકતા
વિષાદ ના વાદળ હંમેશા મંડરાતા રહે છે
જીવ ગભરાતા ગભરાતા કહેતું રહે છે।
આવોજ અભિગમ જીવન માટે રાખો
બીજાના દુઃખ ને હળવું કરતા શીખો
ના આપો કોઈ આર્થિક મદદ જો ના કરી શકતા હોય
પણ વચન ની દરિદ્રતા પ્રદર્શિત કરવાની ના હોય।
WELCOME MEHTA Mehta Ajay Unlike · Reply · 1 · 4 mins
આવોજ અભિગમ જીવન માટે રાખો બીજાના દુઃખ ને હળવું કરતા શીખો ના આપો કોઈ આર્થિક મદદ જો ના કરી શકતા હોય પણ વચન ની દરિદ્રતા પ્રદર્શિત કરવાની ના હોય।
welcome Pankaj Priyen Soni 1 Manage Like · Reply · 1m
welcome Piyu Shah 6 mutual friends 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
WELCOME PATEL Patel Manthan Unlike · Reply · 1 · 4 mins