દેશ નું નામ Desh Poem by Mehta Hasmukh Amathaal

દેશ નું નામ Desh

દેશ નું નામ

મારી નજર છતપર ચોંટી
વિચાર્યું કેવી રીતે સહીશું એની સોટી?
આજે કેટલો બધો જુલ્મ આપણે કરી રહ્યા છીએ
નાના ભૂલકાંઓને પણ હવસ નો શિકાર બનાવી રહ્યા છીએ।

શા માટે કોઈ દેહાંતદંડ નો વિચાર કરતુ નથી?
શા માટે આપણે તેમને દેશનીકળો કરતા નથી?
બિહાર અને ઉત્તરપ્રદેશ માં જાણે છૂટો દોર આપ્યો છે?
અરે ન્યાયાધીશ પણ લાંચ લઇ જામીન આપે છે!

શરાબ અને લૂંટ આ જાણે મહત્વ ના ઉદ્યોગો
ઉપર થી પોલીસ નો દમનકારી મોભો
દરેક ને લખપતિ રાતોરાત થવું છે
ઘેરઘેર બંદુકો રાખવી અને શરાબ નું જ વેચાણ કરવું છે।

શા માટે તેમનો નાગરિક અધિકાર છીનવતા નથી?
શા માટે તેમની સંપત્તિ જપ્ત કરી લેતા નથી?
લગાવો કોરડા જાહેર માં અને મોઢું કાળું કરો
બેસાડો ગધેડા પર અને આપો જાકારો!

આજ છે ઉકેલ
રાષ્ટ્ર આજે છે બેહાલ
આતંકવાદી અને અલગાવવાદી
ભયભીત કરે છે આબાદી।

આપણી પ્રજા ને ત્યા વસવાદો
તેમની એકહથ્થું ઈજાશાહી ને તોડી દો
રવાના કરી દો જે હિંસા ફેલાવે છે
આપણા દેશ નું નામ કલંકિત કરે છે।

દેશ નું નામ Desh
Monday, June 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આપણી પ્રજા ને ત્યા વસવાદો તેમની એકહથ્થું ઈજાશાહી ને તોડી દો રવાના કરી દો જે હિંસા ફેલાવે છે આપણા દેશ નું નામ કલંકિત કરે છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success