ધન્ય ધન્ય અનુભવવાનું Dhanya Dhanya Poem by Mehta Hasmukh Amathaal

ધન્ય ધન્ય અનુભવવાનું Dhanya Dhanya

ધન્ય ધન્ય અનુભવવાનું

પ્રેમ નું બંધારણ ના હોય
તેના પર ભારણ પણ ના હોય
પ્રેમ માં કોઈ ધર્મ નહિ, જાતિ નહિ
કોઈ બેડી નહિ, મનુષ્ય જાતિ જ સહી।

રખે આનો ઉલ્લેખ પણ કરતા
પ્રેમ ને બદનામ ના કરતા
બે દિલ એક થવા મથતા હોય
ત્યારે વિલન ની જરૂર ક્યાંથી હોય?

વર્ષા ના આગમન ના વધામણા જ હોય
કાળા ડિબાંગ વાદળો નો ગડગડાહટ જ હોય
પ્રેમ છુપાવવાની વસ્તુ નથી
અને મળે જાય એવું સસ્તું પણ નથી।

ના કરતા કાળા ધોળા નો વિખવાદ
બહુજ વકર્યો છે આજકાલ જાતિવાદ
કેટલા પ્રેમી પંખીડાઓએ કર્યો છે દેહત્યાગ
છતાં આપણે મથામણ કરી ઉભો કરીએ છીએ ખટરાગ।

પ્રેમ એતો એક ઈબાદત છે. પ્રભુ એ આપેલો પ્રસાદ છે
કઈ લોકો માટે એ રસીલો, ઉન્માદ ભર્યો સ્વાદ છે
પણ એનું રહસ્ય વણઉકલ્યુ જ છે
બધાએ એને મહામૂલું જ વર્ણવ્યું છે।

મને આ મળે તો કેવું?
બસ પછી તો સ્વર્ગ માંજ રહેવું
એકબીજાને આપેલા વચનો ને મૂર્તિમંત કરવાનું
અને જીવન ને જીવી જાણી ધન્ય ધન્ય અનુભવવાનું।

ધન્ય ધન્ય અનુભવવાનું Dhanya Dhanya
Thursday, January 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 January 2017

Naren Vadher Saras Unlike · Reply · 1 · 1 hr

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

WELCOME NAREN Naren Vadher Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

મને આ મળે તો કેવું? બસ પછી તો સ્વર્ગ માંજ રહેવું એકબીજાને આપેલા વચનો ને મૂર્તિમંત કરવાનું અને જીવન ને જીવી જાણી ધન્ય ધન્ય અનુભવવાનું।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success