એક સપનું.. Ek Poem by Mehta Hasmukh Amathaal

એક સપનું.. Ek

Rating: 5.0

એક સપનું
શનિવાર,2 માર્ચ 2019

મારું હતું એક સપનું
સુંદરતાનું અને સહજતા નું
મન કરે સર્જન નવી દુનિયા નું
મનોરથ ને સાકાર કરવાનું।

કામના ના નવા નવા અંકુરો ફૂટે
જેમ વૃક્ષ ની ડાળીઓ સાથે નવા પરનો ફૂટે
હું કરું જતાં તેની ડાળીઓનું
જતન પણ થાય વટવૃક્ષ નું।

કલ્પના ના વહેણ જાય તાણી
મારા સુર માં પણ ઉદ્ભવે વાણી
હૃદય ની ગંગા માં થી વહે નવી સરવાણી
પછી ગવાશે લોકો ના મુખે લોકવાણી।

મારા માં ઉઠે અંતર નો આવાજ
તેના સુર માં ભળી જાય સાજ
ઊર્મિઓ ના તરંગ માં વહેવા માંડે
ચારેકોર થી બધા વાહવાહ કરે।

મગજ ના તંતુ ઓ ઝણઝણે
રોમાંચ થાય શરીર ને ખૂણે ખૂણે
સર્જાય આનંદ ની લહેરો અને ઉભરાય
અને સર્વત્ર આનંદ પ્રસરાય।

હસમુખ અમથાલાલ મહેતા

એક સપનું.. Ek
Saturday, March 2, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success