એક નિયમ
મંગળવાર,26 નવેમ્બર 2019
વધાવો, વધાવો, વધાવો
લઇ લો જીવન નો લહાવો
સવેળા જાગી ને સુધારો
પાવન કરી લો જન્મારો।
ના મુકો દોટ ધન ની પાછળ
કરી ને ઘણા, ઘણા બધા છળ
પ્રપંચ અને મહેચ્છા ની જગા નથી
પણ આપણે બધા અળગા નથી।
ના કરવો રહ્યો મોહ અતિ
ના આવશે કામ સઘળી સંપત્તિ
મૂકી ને જશો પાછળ, ના દામ કે નામ
ખોવાઇ જશી થઇ ને ગુમનામ।
જીવન ને બનાવો પાવન
ના બનાવો એને દુર્ગમ રણ
જીવણ નું અંતિમ ચરણ છે મરણ
કરો કામ એવું, કે રહે સ્મરણ
આ દેહ નથી કાયમ પણ નશ્વર
તમે હૃદય થી વિશાળ છો ઈશ્વર
અમે વિદાય લઇ લેશું કાયમ
કુદરત નો આજ છે એક નિયમ
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આ દેહ નથી કાયમ પણ નશ્વર તમે હૃદય થી વિશાળ છો ઈશ્વર અમે વિદાય લઇ લેશું કાયમ કુદરત નો આજ છે એક નિયમ હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal