એક વાર તમારે આવવું પડશે
હું કરું વિનંતી દિલ થી તમોને
તરસતા મન ને દર્શન દેવા
એક વાર તમારે આવવું પડશે
ભક્ત ની મનસા ને આગે માનવું પડશે।
જીવન અમારા નરક સમા
તો પણ ના કરીએ વંદના
ખાલી પોતાના સુખ ની મનસા
ક્યાં સુધી રહેશે આવી લાલસા।
આવા મન ને પાવન કરવા
દુખતા જીવ ને સુખી કરવા
પલ્લવિત અને સિંચન કરવા
પાયા ને સજીવન કરવા।
જિન જન ની કલ્પના જીવંત કરવા
આ જીવન માં મુક્તતા થી વિચરવા
'સાદગી અને અહિંસા' ની કામના
કરવી છે વ્યક્ત સાદી સંવેદના।
ઘંટારવ નો મતલબ શો છે?
જીવ બિચારો ઊંઘતો રહ્યો છે
તે ને સ્વર્ગ ની ઝાંકી કરાવવા
હારેલા મન ને જીવંત કરવા।
Zala Galab Unlike · Reply · 1 · Just now 4 hours ago
xwelcome Makwana Vishnu Unlike · Reply · 1 · Just now 4 hours ago
x ravi tikubhai Unlike · Reply · 1 · Just now 1 hour ago
x welcome Vaishali Rana Unlike · Reply · 1 · 4 hrs today b
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem gamit shah Like · Reply · Just now · Edited