એક આદર્શ.. Ek Poem by Mehta Hasmukh Amathaal

એક આદર્શ.. Ek

એક આદર્શ
રવિવાર,30 સપ્ટેમ્બર 2018

ઝઝૂમી રહ્યો કુદરત ની સામે
પણ હામ નથી રહીં હવે
વળતા પાણી ક્યારે થશે?
સમય નું વહેણ ક્યારે બદલાશે?

મારે પણ અભિગમ બદલવો પડશે
સમય ને પણ માન આપવું પડશે
બધાના વિચારો નું જતન કરવું પડશે
"કરેલા પતન" ની આગાહી નો મુકાબલો કરવો પડશે

જીવન માં પણ હોય એક આદર્શ
કરવો પડે હંમેશા આપણે પરામર્શ
સલાહ, સૂચન થી જ પ્રગતિ થાય
અધોગતિ માટે કોઈ અવકાશ જ ના હોય।

આજે ભલે કોઈ જરૂરત ના હોય
કાલે એની પ્રાપ્તિ માટે ની માંગ જરૂર ઉભી થાય
સમય ને અનુરૂપ થઇ વધાય
ઉત્તરોત્તર પ્રગતિ ના સોપાન સર કરતા જવાય।

જીવન માં આદર્શ ના મંત્ર ને અપનાવો
સફળતા ની હારમાળા ને આગળ વધારો
રહેવો જઈએ પ્રવાહ એકધારો
લોકો નો પણ મળવો જોઈએ સથવારો।

હસમુખ અમથાલાલ મહેતા

એક આદર્શ.. Ek
Sunday, September 30, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success