એક જ ઉપાય... Ekaj Poem by Mehta Hasmukh Amathaal

એક જ ઉપાય... Ekaj

Rating: 5.0

એક જ ઉપાય
મંગળવાર,28 નવેમ્બર 2018

જરૂરી નથી કે તમે પૈસાદાર જ હો
બહુજ સુખી અને મોભાદાર હો
રહેવા માટે આલીશાન મકાન હોય
પ્રતિભા પણ મોખરાની અને લોકોની જુબાનપર હોય।

આવા બધાના મોખરે છે સાદગી નો ગુણ
સારા દેખાવા માટે આપણે લેવું પડે પ્રણ
"હું સદા સત્ય નો આગ્રહી રહીશ "
બીજા બધાને હું ભાઈ, ભાંડુ ઘણીશ।

જો આવી હોય તમારી વિચારસરણી
અને સન્માનજનક હોય રહેણીકરણી
તો લોકો ના મુખે નીકળે સાચી વાણી
આવી લાક્ષણિકતા ને લોકો એ હંમેશા વખાણી।

પાણી માં રહેવું અને મગર જોડે વેર!
પછી કેવી રીતે રહે આપણી ખેર
આપણે ના માનીએ તોપણ કોશિશ કરવી પડે
નહીંતર લોકો વાતવાતમાં તમારી જોડે ઝગડી પડે।

આનો છે એકજ ઉપાય
રાખો બધા જોડે સમન્વય
ઉચ્ચારણ માં ગાફેલતા જરાપણ ના ચાલે
દુર્જન ની હંમેશા થઇ જાય વલે।

સમાજ માં એજ પ્રતિષ્ઠિત હોય
જેની વાતોમાં અતિશયોક્તિ ના હોય
પરસ્પર સ્નેહ ની લાગણી હોય અને ઘૃણા ના હોય
મન માં લાચાર ને જોઈને અનુકંપા થતી હોય।

હસમુખ અમથાલાલ મહેતા

એક જ ઉપાય... Ekaj
Wednesday, November 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 November 2018

સમાજ માં એજ પ્રતિષ્ઠિત હોય જેની વાતોમાં અતિશયોક્તિ ના હોય પરસ્પર સ્નેહ ની લાગણી હોય અને ઘૃણા ના હોય મન માં લાચાર ને જોઈને અનુકંપા થતી હોય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success