એકલો જાને રે.. Eklo Jaane Poem by Mehta Hasmukh Amathaal

એકલો જાને રે.. Eklo Jaane

Rating: 5.0

એકલો જાને રે
રવિવાર,10 માર્ચ 2019

તારો સાદ સુણી ને
જો કોઈ સાથ ના આપે તો
એકલો જાને રે, મન ને મનાવી લે
મન ની ગાંઠ ને મજબૂત કરી લે।

પરભવ ના પાપ યાદ આવે તો
મનોમન પ્રભુ ને યાદ કરી લે
મળ્યો છે મનખો મહામૂલો
બધા સાથે હળીમળી લે।

એકલ પંડે આવ્યા, અને એકલા જાવાના
મન ના અભરખા મન માં રહી જવાના
મન મક્કમ રાખી ને અભરખા સેવવાના
જો થઇ જાવો સફળ તો આગળ વધવાના

રાખો ના સાથ ની અપેક્ષા
નહીંતર થતી રહેશે ઉપેક્ષા
જો રહી જશો ખાલી વિચાર કરીને
તો ચુકી જશો તક જતી કરી ને।

આપણા હાથ જગન્નાથ
બાકી સાચવશે ઉપરવાળો નાથ
બાજી તમારી બગડી જશે
જિંદગી ની નાવ ડૂબી જશે।

જીવતર નો આનંદ માણી લે
જે પાસે છે તેનો, સંતોષ માની લે
વધારે ની કલ્પના વિનાશ લાવી દે
પાસે જે છે તેને પણ ખોવડાવી દે।

હસમુખ અમથાલાલ મહેતા
Courtesy: Friedritch

એકલો જાને રે.. Eklo Jaane
Sunday, March 10, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 March 2019

જીવતર નો આનંદ માણી લે જે પાસે છે તેનો, સંતોષ માની લે વધારે ની કલ્પના વિનાશ લાવી દે પાસે જે છે તેને પણ ખોવડાવી દે। હસમુખ અમથાલાલ મહેતા Courtesy: Friedritch Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success