એના છેલ્લા દિવસો Ena Chhelaa Divaso Poem by Mehta Hasmukh Amathaal

એના છેલ્લા દિવસો Ena Chhelaa Divaso

એના છેલ્લા દિવસો

હું ચક્રવર્તી મહારાજા
પણ ગગડી જાય હાજા
જો ઘરે જવામાં જરાક મોડુ જવાય
જવાબ આપતા પહેલાજ મોઢું સિવાઈ જાય।

આવી ભાર્યા તમારા નસીબ માં ક્યાંથી હોય?
જે હંમેશા તમારી સુખાકારી માટે તત્પર રહેતી હોય
તડકો કે છાંયડી ની પરવાહ ના કરતી હોય
એને આપણે કેમે કરી ઉપેક્ષિત કરતા હોય?

મન માં ઘણોજ ઉમંગ હતો દેશસેવા કાજે
બધુજ યાદ આવેછે આજે
માનો માયાળુ ચેહરો સામે આવે ત્યારે હું વિચલિત થઇ જાઉં છું
આંખો માં આંસુઓ ઉમડી પડે છે અને ગમગીન થઇ જાઉં છું।

મને જુએ અને વારેવારે ઉદાસ થઇ જાય
જોતી રહે અને મનમાં ને મનમાં ગરકાવ થઇ જાય
હું શરૂઆત માં ઘરે રજા પાર આવું ત્યારે આંગણા માં વાટ જ જોતી હોય
મને જુએ એટલે તરતજ તેના સપના ના મહેલ ખોવાઈ જતી હોય।

ભરબપોરે એ સુએ નહિ અને મને જોયા કરે
એની આંખમાં થી આંસું ધીમે ધીમે ટપક્યા કરે
મારો ગાલ ભીનો થાય ત્યારે મને ખબર પડે
હું પૂછું એટલે તરત જ આંસુ લૂછી હસી પડે।

'લોકો કહે છે તું શૂરવીર છું'
આ કુળ નું તું ખમીર છું
પણ આતો સુખ ના આંસુ
હું રડું રડું અને હસું હસું।

એના છેલ્લા દિવસો માં હું હાજર ના રહી શક્યો
પિતાજી વખતે પણ હું હાજરી ના આપી શક્યો
મારા એક પુત્ર ના અવસાન ટાણે પણ હું ગેરહાજર
છતાં પણ આજે નથી એનો વસવસો કે મનઅંતર।

હું હાજર રહ્યો હોત તો જરૂર થી પૂછત
તને લાગી કોઈ કમી કે અછત?
તેણે કૈજ ના કહયું હોત અને વાત ને ફેરવી કાઢી હોત
પણ મને તો આજે એ વાત નો સંતોષ હોત ને।

એના છેલ્લા દિવસો Ena Chhelaa Divaso
Thursday, February 2, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 February 2017

welcome tarun h mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

હું હાજર રહ્યો હોત તો જરૂર થી પૂછત તને લાગી કોઈ કમી કે અછત? તેણે કૈજ ના કહયું હોત અને વાત ને ફેરવી કાઢી હોત પણ મને તો આજે એ વાત નો સંતોષ હોત ને।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success