ફરિયાદ..... Fariyaad Poem by Mehta Hasmukh Amathaal

ફરિયાદ..... Fariyaad

Rating: 5.0

ફરિયાદ
મંગળવાર,18 સપ્ટેમ્બર 2018

ફરિયાદ ના કરો
જે છે પાસ, તેનાથી ખુશ રહો
જે ત નથી પાસે, એનો ના હોય વસવસો
પછી દિલ મા કેમ હોય તેનો વાસો?

જીવન ને મુલવવાનું જ હોય
પ્રયાસ થાય તો કરવાનો જ હોય
સમય ના મુરત નથી હોતા
સારા કામ કદી ખરાબ નથી થતા।

કરો એટલો સંકલ્પ મન માં
અને બનો શિલ્પી જીવન માં
ચેહરો કંડારો એવો, કદી ભુલાય ના
વખાણ કરો એવા કે દિલ માં સમાઈ જાય।

સંગ્રહ કદી કામ આવતો નથી
આગ્રહ કદી નિરાશ કરતો નથી
આવકાર જ એક કારગર ઉપાય છે
સારું વર્તન જ એક પર્યાય છે।

સંતોષ સુખ ની ચાવી છે
પણ જીજીવિષા એના પર હાવી છે
ખરો આગર્હ તો એવો હોવો કોઈએ
બીજાનું ઐશ્વર્ય જોઈને હરખાવું જોઈએ।

હસમુખ અમથાલાલ મહેતા

ફરિયાદ..... Fariyaad
Tuesday, September 18, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 September 2018

સંતોષ સુખ ની ચાવી છે પણ જીજીવિષા એના પર હાવી છે ખરો આગર્હ તો એવો હોવો કોઈએ બીજાનું ઐશ્વર્ય જોઈને હરખાવું જોઈએ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success