Monday, August 12,2019
11: 19 AM
ફૂલો ની અસ્મિતા
સોમવાર,12 ઓગસ્ટ 2019
ના મળ્યો મને, કોઈ નો સહારો
ના દેખાણો, નદી નો કિનારો
પ્રસરાયો મારા જીવન માં સન્નાટો
કુદરતે જાણે લગાવ્યો સપાટો।
જીવન ને સમજવું, ઘણું છે મુશ્કેલ
ના કોઈ કસી શકે, એના પર નકેલ
લાવવા મથે બધા એનો ઉકેલ
સમસ્યા વધે અને કરે મુશ્કેલ।
આવ્યા છો એકલા અને જવાના પણ
પ્યાર ની પણ હોવે તમોને સમજણ
બધાના થાયે, તમારા હમદમ
ગળે થી મળી ને લગાવો મરહમ।
મને સમજાણો પ્રેમ નો મહિમા
સાચવી ને જાણો એની ગરિમા
કુદરત પણ રહેશે હંમેશા ખુશનુમા
તમે બની રહે કોઈના રેહનુમા।
આજે છે જીવન, અને કાલે નથી
લઇ ને સાથે કૈં, જાવાનું નથી
કરેલા કામો અફળ જતા નથી
પ્યાર નો સંદેશ રોકાતો નથી।
છોડી જાઓ પાછળ, ગુલાબ ની સુગંધ
તે તો રહેશે, સદા અકબંધ
પગે થી ના ખૂંદશો, ફૂલોની અસ્મિતા
ફેલાવતા રહેશો એની મહાનતા।
હસમુખ અમથાલાલ મહેતા
છોડી જાઓ પાછળ, ગુલાબ ની સુગંધ તે તો રહેશે, સદા અકબંધ પગે થી ના ખૂંદશો, ફૂલોની અસ્મિતા ફેલાવતા રહેશો એની મહાનતા। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
bhadresh bhatt 1 Edit or delete this Like · Reply · 1m