ગાંડાઓના ગામ ના હોય Gaandaa Poem by Mehta Hasmukh Amathaal

ગાંડાઓના ગામ ના હોય Gaandaa

ગાંડાઓના ગામ ના હોય

ગુજરાતી માં કહેવત છે "ગાંડાઓના ગામ ના હોય '
અસંભવિત વસ્તુઓની વાસ્તવિકતા ના હોય
વારંવાર એક ને એક વસ્તુ ની જાહેરાત સરકારી પૈસે ના હોય
લાઈટ અને પાણી ની સરકારી ખર્ચે લ્હાણી કરવાની ના હોય।

બધાજ તરંગી અને મિજાજી
બસ મિલાવે તાલ માં તાલ અને કરે હાજી
કેટલા બધા કેસો બળાત્કાર ના અને લાંચ લેવાના
વારંવાર આક્ષેપો કરવા અને હોડ કરવાની મેળવવા નામના।

પંજાબ અને ગોવા માં સાક્ષાત્કાર થઇ ગયો
તે કેટલો અસરકારક છે એનો ધજાગરો થઇ ગયો
ક્યાં તો મુખ્યમંત્રી નો શપથ લેવાની વાત હતી!
અને ક્યાં હવે ફક્ત શેખી ની રજૂઆત હતી।

રાજકારણ માં અકારણ સંઘર્ષ ના હોય
બેફામ આક્ષેપો થી હનન થતું હોય
રાજકીય સ્તર મા સમજ નો અભાવ વર્તાતો હોય
તેવી રાજકીય પાર્ટીઓ નો બહિષ્કારજ હોય।

લોકો નું ભલું કરવુજ હોય તો કોણ રોકી શકે છે?
જ્યાં થી મદદ મળે તે લઈને કાર્ય કરવાના હોય છે
સરકારી ખજાનો તરંગી વિચારો થી ખાલી કરવાનો ના હોય!
સમાજ ના વિકલાંગો અને વંચિતો માટે કામનો દેખાડો ના કરવાનો હોય

વિચારો માં વિરોધાભાસ હોઈ શકે
પણ લોકો માં ભ્રમ ફેલાવનો પ્રયાસ ના સફળ થઇ શકે
રાજકારણીઓ એ સમજવું પડે કે ખાલી ખજાનો લૂંટાવવાથી પ્રશંસા ના મળે
લોકો માં વિશ્વાસ અને સહાનુભૂતિ પણ કેળવવી પડે।

ગાંડાઓના ગામ ના હોય Gaandaa
Tuesday, March 14, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 March 2017

Krishna Patel अरविन्द का समर्थक होना भी एक चुनौती है, अब ये सोचो अरविन्द होना क्या होता होगा? There is a challenge of Arvind supporter, now what would happen to be arvind? Automatically translated Unlike · Reply · 1 · 13 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 March 2017

વિચારો માં વિરોધાભાસ હોઈ શકે પણ લોકો માં ભ્રમ ફેલાવનો પ્રયાસ ના સફળ થઇ શકે રાજકારણીઓ એ સમજવું પડે કે ખાલી ખજાનો લૂંટાવવાથી પ્રશંસા ના મળે લોકો માં વિશ્વાસ અને સહાનુભૂતિ પણ કેળવવી પડે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success