ગુજરાતી શાંતિપ્રિય અને શાણો..gujarati Poem by Mehta Hasmukh Amathaal

ગુજરાતી શાંતિપ્રિય અને શાણો..gujarati

સમય થોડો છે
પણ ગાંડો થોડો છે?
તમારી પાસે સમય નો અભાવ છે
લાગણીહીન અને પાષાણ સ્વભાવ છે।

નાં કરીએ આપણે એટલુ ગુમાન
કે જેનાથી ગવાય જાય સ્વમાન
જીવો સ્વભર અને સન્માનજનક
આપણી વર્તણુક કદી નાં હોય શરમજનક

હું ગુજરાતી અને મારું વતન ગુજરાત
મારા વડવાઓ એ કરી દીધી નિરાંત
હું છેલછબીલો અન છોગાળો
લો માનો ત્યારે રોટલો અને ઓળો।

અમે બધા વ્યાપારી
કદી આપી પણ દીએ સોપારી
બીજાને કદી કોઠું નાં આપે
આખું જીવન લક્ષ્મીજી ને અર્પે।

બોલવા માં જાણે મધ ટપકે
એના શબ્દો મા જાણે કોયલ ટહુકે
મધુર વાણી અંને મધુર વર્તન
ઘડીક માં લાખો ની વાતો અને ઘડીક માં કીર્તન ની।

મારી ચમડી તૂટે પણ દંમડી નાં છૂટે
વાતો માં લહાણા નો સુર ફૂટે
લેવાદેવા ની વાતો પછી જ આવે
પણ લોકો ને મીઠી મધ વાતો ઘણીજ ભાવે।

પણ ગુજરાતી શાંતિપ્રિય અને શાણો
કામ કઢાવવું હોય તો એને તથા વખાણો
ફૂલણશી નહિ થાય પણ મન થી જરૂર હરખાણો
આજ તો છે એની ચતુરાઈ અંને મન નો વરતારો

Tuesday, July 8, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

2 people like this. Hasmukh Mehta welcomemanan desai and J D patel 10 mins · Edited · Unlike · 1

0 0 Reply

Jagat Dave likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success