હાળું છે તો સલામત Haalu Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હાળું છે તો સલામત Haalu

હાળું છે તો સલામત

ધન ની જરૂર જ નહોતી
સાખ જ ઘણી હતી
સાહુકાર ને ત્યાં વધારાની રકમ પડી રહેતી
જરૂરત પડે લેતીદેતી રહેતી।

પાઘડી ની આણ હતી
મૂછો ફરમાન હતી
આખી ન્યાત પડખે ઉભી રહેતી
પડ્યો બોલ જીલી લેતી।

'અલ્યા ઘડપણ બસ સુધરી જાય '
બાપા બોલતા બોલતા ગળગળા થઇ જાય
એમના મન માં કદાચ આવો વિચાર આવ્યો હોય
અમે એમને ચિંતા માં જોઈ વિચાર માં પડી જતા


અમારે મન તો એ દેવતા જ હતા
ઘરના મોવડી અને કર્તાધર્તા હતા
અમને બોલ શિરોધાર્ય
સૂચન હંમેશા આવકાર્ય।

બાપજી એ એકવાર પાઘડી માથાપર પહેરાવી દીધી
લાકડી પણ હાથ માં પધરાવી દીધી
'આ પાઘડી મારું નાક અને લાકડી બીજાનો સહારો'
'ઘર માં કદી ના આપતો કોઈ ને જાકારો' સ્નેહ થી કહેતા

એમની મુકેલ પાઘડી નું મને વજન લાગ્યું
એમનું કહેણ મને દિલ માં મને સોંસરવું જતું લાગ્યું
પણ વાત માં સચ્ચાઈ હતી
મારે તેને સમજવાની હતી।

આજે તો બાપા મને જોઈ મરકમરક થતા હતા
પાઘડી ને વારેવારે નિહાળતા હતા
'હાળું છે તો સલામત હાથ માં ' પણ રખે ને મન ફરે અને વચનભંગ કરે તો!
'જીવીશ ત્યાં સુધી તો' આમ ને આમ હું વાગોળતો।

હાળું છે તો સલામત Haalu
Sunday, June 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcoem jaideep singh rathod

0 0 Reply

welcome chandrakant limbachia Like · Reply · 1 · Just now

0 0 Reply

Vikramsinh Makavana Comments Vikramsinh Makavana Vikramsinh Makavana Vahhh Saheb. ખૂબજ સરસ. ખૂબ ખૂબ આભાર. Like Like Love

0 0 Reply

welcoem vikram singh makvana Like · Reply · 1 · Just now

0 0 Reply

આજે તો બાપા મને જોઈ મરકમરક થતા હતા પાઘડી ને વારેવારે નિહાળતા હતા હાળું છે તો સલામત હાથ માં પણ રખે ને મન ફરે અને વચનભંગ કરે તો! જીવીશ ત્યાં સુધી તો આમ ને આમ હું વાગોળતો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success