હાથ તારો
ગુરુવાર,29 ઓગસ્ટ 2019
ચાંદની થી પણ અનોખી
જીવન માં રહી અનદેખી
તારી શીળી છાયા માં
શાંતી થી હું સોઉ તારા ખોળા માં।
ધરતી નો મને છેડો લાગે
મન માં ને મન માં ઉભરો આવે
તારી આંખો સ્નેહ નીતરતી
મારા ભવિષ્ય ને ખુબ ચીતરતી।
હાથ તારો માથે ફરતો
પ્રેમ નો જાણે લ્હાણી કરતો
મને વિચારતો કરી દેતો
તેની મહાનતા નો પરિચય આપતો।
મા તારા અનોખા રૂપ
મારા જીવન ને આપ્યું સ્વરૂપ
રોમ રોમ મારું તને અર્પું
તેમ છતાં પણ લાગે અડધું।
કાશી અહિંયા। સ્વર્ગ અહીંયા
આપણ બેઉ અહીંયા મળીયા
મારો તારો ભાવ નો સથવારો
મારા જીવન ને તેં જ ઉજાળ્યો।
ના તે જોયા રાત ને દિવસ
નથી રહી તું લાચાર કે બેબસ
મારા લલાટે ભાગ્ય ને ભાખ્યું
મારા ચરિત્ર ને સુંદરતા થી આંખ્યું।
આવી મા નો ગુણ કેમ ભુલુ
જેણે અર્પ્યું સુખ સઘળું
જીવન પાછું મળશે કદી ના
આવા જીવતર ને ભુલાય કદી ના।
હસમુખ અમથાલાલ મહેતા
María Rosula Mundaca Ar 2 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m
ના તે જોયા રાત ને દિવસ નથી રહી તું લાચાર કે બેબસ મારા લલાટે ભાગ્ય ને ભાખ્યું મારા ચરિત્ર ને સુંદરતા થી આંખ્યું। આવી મા નો ગુણ કેમ ભુલુ જેણે અર્પ્યું સુખ સઘળું જીવન પાછું મળશે કદી ના આવા જીવતર ને ભુલાય કદી ના। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem Tejal Tejal 1 mutual friend Message