હાય ને સમજવી છે
સંતોષી નાર સદા સુખી
વિઘ્નસંતોષી થાય વારંવાર દુઃખી
પડેલા ને વધારે પાટુ મળે
એના પ્રયત્ન જાય એળે।
સુખ તો ભગવાને આપ્યુંજ છે
આપણને રહેતાજ ક્યોં આવડેછે?
બીજાનું સુખ આપણને સોરવતું નથી
બીજાને ઘર હોય પ્રસંગ તો આપણ ને ઘરભોજન ભાવતું નથી।
ક્યાંથી બીજાના ઘર મા આગ લાગે?
જો તમારા અંતરમાં જ્વાળા પ્રગટે
એટલું યાદ રાખો તેની આગ તમારા સુધી આવી શકે છે
તમારા ઘરને અને તમોને પણ ભસ્મીભૂત કરી શકે છે।
આતો થઇ સામાન્ય વાત
આપણે નીકળ્યાં છીએ કરવા આત્મસાત
બીજાનું દુઃખ વહેંચવા
અને ઘરેઘર સંદેશો પહોંચાડવા।
સંતોષ નથી મન માં
દાવાનળ લાયો છે વન માં
એકપણ લીલું વૃક્ષ બચવાનું નથી
પણ મન ને એ પણ ગમવાનું નથી।
બસ ચેહરા પર હાસ્ય નથી
બીજા પર મુક્ત મને અટહાસ્ય કરવા તક નથી
અને આજ દુઃખ છે કે હું બીજાને દુઃખી કરી શકતો નથી
સુખ થી રહી શકતો નથી અને બીજાનું સુખ જોઈ શકતો નથી।
પણ સંતોષ પામવાનો મારો અધિકાર છે
આવા જીવન નો કરવો મારે તિરસ્કાર છે
અંતરમન ને ખંગાળવું છે, ખંત થી નિહાળવું છે
તેની હાય ને સમજવી છે અને કૈંક નવું સાંભળવું છે।
પણ સંતોષ પામવાનો મારો અધિકાર છે આવા જીવન નો કરવો મારે તિરસ્કાર છે અંતરમન ને ખંગાળવું છે, ખંત થી નિહાળવું છે તેની હાય ને સમજવી છે અને કૈંક નવું સાંભળવું છે।
ta welcoem Santosh Kumar Mishra Unlike · Reply · 1 · Just now
welcome Simanchal Mishra Unlike · Reply · 1 · Just now
a welcome haresh suthar Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome jitu v jural Unlike · Reply · 1 · Just now