હંમેશા સુખી રહે
હું ખરેખર રડ્યો
અને માજી ને પગે પડ્યો
'માજી ભગવાન ને પ્રાર્થના કરો '
આવો ના મળે તમને આગલા ભવ માં દીકરો
ગામ ના લોકો માજી ને લઈને અહીં આવ્યા
માજી ના અંતિમ શ્વાસ સાથે અહીં દોડી આવ્યા
'લો ભાઈ, માજી તમારું જ નામ લેતા હતા'
'હજુ પણ તેમના માં જીવ છે' તમને યાદ કરતા હતા।
વડીલ હું તેમને નથી ઓળખતો
હું તેમના થી દુરજ રહેતો હતો
હવે મારે કૈંજ કરવાનું રહેતું નથી
તમે લોકો જ તેમનું ધ્યાન રાખજો આજ થી।
અમો સ્તબ્ધ થઇ ને તેને જોતા રહી ગયા
માજી એ તેને પોતા નો ગણી ભણાવ્યો અને આગળ ધપાવતા ગયા
તે પણ જેટલું પોતાનું થાય એટલું કરતો ગયો
માજી નો છેલ્લો સમય આવ્યો ત્યાં સુધી દૂર જ રહ્યો।
ગામ લોકો નો ભરોસો ઉઠી ગયો
'ભગવાન ને પ્રાર્થના કરજો આ ભાવ તો ગયો '
આવતા ભવે આવા દીકરા ના મળે
જીવન ના જાય કદી એળે।
મેં જોયો માજી નો વિલાપ
પણ એ હતા વિનમ્ર અને ના કર્યો સંતાપ
'લઈ લો મારે ગામ પાછા' મારો સંસ્કાર ત્યાંજ થાય
ગામજ મારું આપ્તજન અને સગું જ કહેવાય।
બધાના આંખમાં આસનું આવી ગયા
અલ્યા ગોપાલ, દશરથ તમે બધા ક્યાં ગયા?
લઇ ચાલો મને ગાતા ગાતા મારે ગામ
મને મળશે ત્યાંજ વિશ્રામ।.
આતો માનો વિશ્વાસ
કદી ના નાખે નિશ્વાસ
હંમેશા આશીર્વાદ ના બે શબ્દોજ કહે
દીકરા તું હંમેશા સુખી રહે।
welcome amarsinh rathod LikeShow More Reactions · Reply · 1 · Just now
welcome darshan satani Like · Reply · 1 · Just now · Edited
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome bansal sahab my Like · Reply · 1 · Just now