હર્ષ ના આંસુ........ Harsh Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હર્ષ ના આંસુ........ Harsh

Rating: 5.0

હર્ષ ના આંસુ

સોમવાર,13 ઓગસ્ટ 2018

મન બની ગયું મર્કટ
અને રચે છે તરકટ
મન ના તાગ ને નથી કરતું પ્રકટ
બસ વિચારો આવે છે હલકટ।

લોકો કહે છે "મન હોય તો માળવે જવાય"
પણ આનો જવાબ હળવે થી ના અપાય
મનસંકલ્પ તમારા માટે અગત્ય નો છ
અને આગ્રહ પણ સત્ય નો જ છે।

મન પર કોઈનું અધિપત્ય નથી
અને એના માં કોઈ સાતત્ય પણ નથી
કદી આ ડાળ પર તો કદી બીજી ડાળ પર
પણ હંમેશા ડોળો હોય બીજા ની વસ્તુ પર।

મન પ્રમાણે ચાલે તન
આગ્રહ હોય અને ગમે પણ વધુ ધન
મન ના તાર વારંવાર ઝણઝણે
મન માં ને મન માં વાવે અને લણે।

આવું મન જો કાબું માં આવે
તો ધરતીપર સ્વર્ગ લાવે
ખુશીયો નો સમંદર વહાવે
અને હર્ષ ના આંસુ વહેવડાવે।

હસમુખ અમથાલાલમહેતા

હર્ષ ના આંસુ........ Harsh
Monday, August 13, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 August 2018

આવું મન જો કાબું માં આવે તો ધરતીપર સ્વર્ગ લાવે ખુશીયો નો સમંદર વહાવે અને હર્ષ ના આંસુ વહેવડાવે। હસમુખ અમથાલાલમહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success