હસી લે છેલ્લું છેલ્લું.. Hasi Le Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હસી લે છેલ્લું છેલ્લું.. Hasi Le

Rating: 5.0

તારું નિર્માણ જ મેં કર્યું છે
તારા કાન માં પણ મેં જ કહ્યું છે
'જા કર્મ કર' ફળ ની પરવાહ નાં કર
'આગળ વધ ' વાહ વાહ ની આશા ના કર

તારે તો મારું સપનું પૂરું કરવાનું છે
જીવન નો અભિગમ સાચો કરી બતાવવાનો છે
'તકલીફો તો આવશે' પણ વિચલિત થવાનું નથી
'જે થવાનું છે' તે કદી રોકાવાનું નથી

'હિંમતે મર્દા તો મદદે ખુદા':
બસ હવા થઇ જાય બધી વિપદા
એતો જાય ને આવે પળભર
રંજ નાં કરવાનો થાય રતીભાર।

મારી મરજી વગર પત્તું પણ નાં હાલે
બધા ભલે તીસમારખા થાય પણ થઇ જાય વલે
જેટલું જલ્દી સમજી લે તેટલુંજ સારું
અભિગમ પણ રાખવો જોઈએ વ્યવહારુ।

તું તો છે એક નિમિત્ત્ત માત્ર
બસ ખાલી દયાને પાત્ર
નાં કર ખાલીપીલી અહંકાર
થોડીજ વાર માં જ થઇ જશે હાહાકાર।

સમજી સાન માં કે તારું કશુજ નથી
જે છે તે તારે સાથે આવવાનું નથી
બેઉ હાથ ખુલા હશે અને મોઢું પણ ખુલ્લું
માણી લે સંસાર અને હસી લે છેલ્લું છેલ્લું

Monday, June 16, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Bahu j saras lakhyu chhe...char var vanchi chuki chhu..

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success