હતા આપણે સમદ્રષ્ટિ Hataa Aapne Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હતા આપણે સમદ્રષ્ટિ Hataa Aapne

હતા આપણે સમદ્રષ્ટિ hataa aapne

ના, ના, સમજવાની ભૂલ કદી ના કરતા
નદી ના મિલન ની વાત કદી ના કરતા
કેટલીયે અદ્રશ્ય થઇ ગઈ રસ્તા વચ્ચે
તારાજી પણ કરી ગઈ આવતા નીચે નીચે।

સમાવી લીધી એણે ધસમસતી
ધરતી ને રગદોળતી
જાણે સાંઢ બેઉ સીંગ હવા માં ફંગોળ તો
પણ આતો વિશાળ દરિયો હતો।

આપણે સમાવ્યો એને ગાગર બનાવી
એનો નિચોડ કર્યો સમૃદ્ધ બનાવી
કેવો ગહન એનો અફાટ આકાર
બસ ફરતે જળબમ્બાકાર।

આવા સાગર મા નદીઓનું પવિત્ર મિલન
ઘણી વાર આપણ ને પણ આવે ભાન
શે હશે ગેબી સંકેત નદીઓના ગાંડા થવા પાછળ!
બસ એજ કે નદી બને ગાંડીતુર અને દોડે તેથી કોઈ ના ચડાવે આળ।

આપણે એના નીર ને અપવિત્ર બનાવ્યા
કેટલા કેટલા ગંદા નાળાઓને સમાવ્યા
આખી જીવસૃષ્ટિ ને માટે ખતરો બની ગયા
હતા આપણે સમદ્રષ્ટિ પણ કાતિલ બની ગયા।

હતા આપણે સમદ્રષ્ટિ Hataa Aapne
Sunday, April 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 April 2017

ના, ના, સમજવાની ભૂલ કદી ના કરતા નદી ના મિલન ની વાત કદી ના કરતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success