હવે મુકો પ્રસ્તાવ Have Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હવે મુકો પ્રસ્તાવ Have

હવે મુકો પ્રસ્તાવ have

સવાલ લાગણીઓનો છે
એક બીજાને સમાવવાનો છે
આપણી પહેલો કેટલી બધી પ્રજાપતિઓ લુપ્ત થઇ ગઈ
સંસાર માં આજે લાગણીઓજ રહી ગઈ।

તમારું વિચારવું જ મહત્વ નું છે
તેમાં વિશેષતા અપનત્વ ની છે
અસંખ્ય જીવો થી ઉભરાતી આ એક માયાજાળ છે
છતાં લોકો ની વિચારસરણી અને આળપંપાળ છે।

પ્રેમ ની તોલે કઈ ના આવે
કોઈક નો જ જીવ ઉપડી આવે
વિચારો ની આપ લે અને પછી જીવવા મારવાના સૌગંધ
જો હા થઇ જાય તો પછી ભળી જાય સુગંધ।

આંખો બધુજ કહી દે
પ્રેમ ની વહી લખી દે
એજ છે વહાવ જેનો જોટો નથી
બાકી ખોટાઓનો તોટો નથી।

માંગવું તો ત્યારે પડે
જ્યારે પ્રેમ માં ઓટ આવી નડે
ભરતી એકદમ થમી જાય
શમણાં ઓસરતા થઇ જાય।

મુકી દો કોરે આ અભિમાન ના તર્ક
પછી મળશે ખાલી નરક
પસ્તાવો ને કરો સ્વીકાર
હવે મુકો પ્રસ્તાવ અને કરો અંગીકાર

હવે મુકો પ્રસ્તાવ Have
Monday, June 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

મુકી દો કોરે આ અભિમાન ના તર્ક પછી મળશે ખાલી નરક પસ્તાવો ને કરો સ્વીકાર હવે મુકો પ્રસ્તાવ અને કરો અંગીકાર

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success