હાથ ના કર્યા
Tuesday, September 22,2020
8: 00 PM
મારા મન ને ચિંતા કોરી ખાવે
રાતમાં સોણલા ડરામણા આવે
કરેલા કર્મો નો હિસાબ સાથે માગે
ભવિષ્ય નો અંધકાર સામે થી ગભરાવે।
દિવસો તો સહેલાઈ થી વીતી જાવે
જાત-જાત ના સપના સજાવે
કોરી કલ્પના માત્ર હાડ ને ધ્રુજાવે
પણ મન ધીરેથી મને સમજાવે।
હાથ ના કર્યાહૈયે વાગે
ભવિષ્ય ના ભણકારા કાન મા ડાકલા વગાડે
આવા જીવતર નો મહિમા છે ઘણો
સમજી ને ચાલો અને સુધારો।
તારો હિસાબ અહીંયા જ થઇ જાશે
જીવ પણ એ યાતના ને અનુભવશે
કરેલા પાપો ને નજર સમક્ષ લાવશે
ઘણા બિહામણા દ્રષ્ય ને ઉપજાવશે।
જીવતર તમોને અકારું થઇ જશે
જીવવા ના મનોરથ અદ્રશ્ય થઇ જશે
એક એક પળ કાઢવી મુશ્કેલ થઇ જશે
પ્રભુ ને ભજતા ભજતા આંખો માં પાણી લાવી દેશે।
ડૉ. જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એક એક પળ કાઢવી મુશ્કેલ થઇ જશે પ્રભુ ને ભજતા ભજતા આંખો માં પાણી લાવી દેશે। ડૉ. જાડીઆ હસમુખ