હૃદયસમ્રાટ....Hriday Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હૃદયસમ્રાટ....Hriday

હૃદયસમ્રાટ
બુધવાર,1 નવેમ્બર 2018

કાનુડા ના કાન માં જઈને કહેજો
"ગોપીઓ ને કદી ના સતાવજો "
એમને એના વિના ચેન નથી પડતું
કાનુડા વિના કોઈ ને પણ નથી ગમતું।

ગોપીઓ ના કાન છો તમે લાડીલા
બધા ના માનીતા અને યશોદા ના વહાલા
કરતા રહેતા ગોકુળ માં રાસલીલા
તમે રહેતા છોગાળા અને છેલછબીલા।

આવી પાવન ધરતી ના તમે લાડકવાયા
બધા ના દિલ પર ખૂબ છવાયા
પ્યાર ના તાંતણે તમે દિલ માં વિરાજ્યા
જ્યાં જ્યાં ગયા તયાં ખુબ છવાઈ ગયા।

ગોકુળ જાણે નંદનવન થયું
સ્વર્ગ સમાન મહેકતું અને શોભતું થયું
તમારી વાંસળી ના નાદે બધાને ઘેલું કર્યું
એક એક ના હૃદય પાર જાને કામણ કર્યું।

તમો થયા હૃદયસમ્રાટ
બધા ના ભાગ માં આવ્યા અને લેખ લખાયા લલાટ
બધા જુએ તરસી આંખે તમારી વાટ
બધા શોધવા નીકળે દિવસે અને ના સુએ રાત।

હસમુખ અમથાલાલ મહેતા

હૃદયસમ્રાટ....Hriday
Friday, November 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success