હું જોગણ થઇ Hu Jogan Poem by Mehta Hasmukh Amathaal

હું જોગણ થઇ Hu Jogan

હું જોગણ થઇ

Sunday, March 25,2018
9: 57 PM

તારાએ પ્રેમ માં હું જોગણ થઇ ગઈ
લોકો એ આપ્યુ બિરુદ, હું તો મીરા થઇ ગઈ
કોની કરું સરખામણી, હું તો અળખામણી થઇ ગઈ
અંતર ની વાતોકેમે કરી। જગજાહેર થઇ ગઈ। તારાએ પ્રેમ માં

સાજન તારી વાતો, મન માં ઘર કરી ગઈ
રાતો ની રાતો, વેરણ કરી ગઈ
હું તો વિરહ માં વિસરી ગઈ
નામ તારું લેતા લેતા, શરમા ગઈ। તારાએ પ્રેમ માં

મારું સપનું એકજ હતું તારી સાથે
જીવન વિતાવું, તારી સંગાથે
ભવોભવ નો હોય। સાથ તમારો
ભલે પછી થાય, અનુભવ અકારો। તારાએ પ્રેમ માં

ભલે સુરજ ના પ્રસરાવે રોશની
પણ હું રહીશ તારી સજની
છે સાથ માં હું તમારી ભવોભવની
લળી લળી ને ગાઉ, ઓઢી તમારી ઓઢણી। તારાએ પ્રેમ માં

હવે ના મુકો તમે, થોડી સીઢીલ
મેં તો આપી દીધું, તમોને મારું દિલ
હરખ માં ને હરખ માં નાચું બની ને ઢેલ
હું તારી છબીલી ને તું છે મારો છેલ। તારાએ પ્રેમ માં

હું જોગણ થઇ Hu Jogan
Monday, March 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 March 2018

મારું સપનું એકજ હતું તારી સાથે જીવન વિતાવું, તારી સંગાથે ભવોભવ નો હોય। સાથ તમારો ભલે પછી થાય, અનુભવ અકારો। તારાએ પ્રેમ માં 

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success