હું નમું Hu Namu Poem by Mehta Hasmukh Amathaal

28993 / 26190
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હું નમું Hu Namu

Rating: 5.0

હું નમું
બુધવાર,4 સપ્ટેમ્બર 2019

તમે જ માતા
અને તમે જ પિતા
તમે જ છો ભ્રાતા
અને જગ વિધાતા।

હું નમુ
અને દિલ થી વિનવું
જગ થી મારે શાને ડરવુ?
સત ને મારગે ડગલુ ભરવુ।

ઓ પ્રભુ ગોવિંદા
દૂર કરજો આપદા
આપ જ છો સર્વદા
કૃપા હો જો આપની સદા।

ગુરુ માં ભાળુ પથદર્શક
કદી ના રહુ હું મુકદર્શક
આપના ચરણે સદૈવ સુખી
ના આવે કદી દિવસો દુઃખી।

મારા જીવન નો એક જ મંત્ર
તમે જ છો વિદ્યમાન સર્વત્ર
જ્યા પડે નજર મારી
દેખાય છબી એક જ ન્યારી।

હું અવગુણો થી પૂરો ભરેલો
મન માં હોય અગ્નિ ભારેલો
કવેણ પણ આમ જ બોલી જવાય
પાછળ થી ઘણોજ પસ્તાવો થાય।

પ્રભુ કરજો આતમ માં અજવાળા
કરજો એટલી કૃપાદ્રષ્ટિ ઉપરવાળા
જનમ જનમ ના ટાળજો ફેરા
આપજ છો તારણહાર અમારા।

હસમુખ અમથાલાલ મહેતા

હું નમું Hu Namu
Wednesday, September 4, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 September 2019

પ્રભુ કરજો આતમ માં અજવાળા કરજો એટલી કૃપાદ્રષ્ટિ ઉપરવાળા જનમ જનમ ના ટાળજો ફેરા આપજ છો તારણહાર અમારા। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
28993 / 26190
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success