હું નિહાળુ
મંગળવાર,3 સપ્ટેમ્બર2019
હું નિહાળું તને, બની બહાવરી
મન માં થાય સંકોચ, ઉણપ વર્તાતી
ખરા સાથી ની, ખોટ સાલતી
જીવન ની નૈયા, આમજ ચાલતી।
સજાવ્યા ઘણા સપના
સેવ્યા મનોરથ અને રાખી અભ્યર્થના
પ્રભુ ને પણ ઘણી કરી પ્રાર્થના
સપના કદી તૂટી જાયના।
ચિંતા મન ને કોરી ખાવે
શમણાં પણ રાતો ને, ભયાનક બનાવે
સવાર ની પ્રભા, નવા સપના સેવે
આવતી કાલ ની ઈચ્છા જતાવે।
જો ના મળાય આ ભવ માં
સંભવ જરૂર છે આવતા ભવ માં
આ તો સંબંધ છે ભવોભવ નો
સમય છે વ્યક્ત કરવાનો મનોભાવ નો।
બધાની મનોકામના પૂર્ણ થશે
જીવન પણ સુખરૂપ સંપન્ન થશે
બુરા સપના કદી નહિ સતાવે
સાચા દિલ ની પ્રાર્થના પૂર્ણ થાવે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
બધાની મનોકામના પૂર્ણ થશે જીવન પણ સુખરૂપ સંપન્ન થશે બુરા સપના કદી નહિ સતાવે સાચા દિલ ની પ્રાર્થના પૂર્ણ થાવે। હસમુખ અમથાલાલ મહેતા