હું તો પૂછુ... Hun Poem by Mehta Hasmukh Amathaal

હું તો પૂછુ... Hun

Rating: 5.0

હું તો પૂછુ
ગુરુવાર,30 એપ્રિલ 2020

હું તો પૂછુ મારા મન ને
મલીન રાખું તન ને
સ્વભાવ થી ચિડચિડો
ના લીધો મન થી ધડો। હું તો પૂછુ મારા મન ને

હજાર સવાલ થાય ઉભા
મન માં ઉચાટ થાય સહસા
પણ મનસા રહે મેલી
આ તો કેવી છે પહેલી! હું તો પૂછુ મારા મન ને

અજીબોગરીબ છે જીવની
કોઇ તો આપો મને સંજીવની
કહી શકુ ના મારી કથની
આતો નથી તમારી કે મારી પોતાની। હું તો પૂછુ મારા મન ને

સંકટ તો આવે ને જાવે
મન ને ઘણું સમજાવે
આ જીવનસફર માં કોઈકોઈ જ ફાવે
બધ્ધા મન થી રડે પણ પોતાને સમજાવે। હું તો પૂછુ મારા મન ને

સદીઓ થી ચાલી આવે
બધા એક બીજાને હંફાવે
બદી છે ઘણી જૂની
પણ લાગે તાજી અને નવી। હું તો પૂછુ મારા મન ને

જીવન છે એક રહસ્ય
પણ બધા રાખે મુખપર હાસ્ય
ખંધો માણસ કરે અટ્ટહાસ્ય
સજ્જન ના રાખે મન માં વૈમનસ્ય। હું તો પૂછુ મારા મન ને

હસમુખઅમથાલાલ મહેતા

હું તો પૂછુ... Hun
Wednesday, April 29, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 April 2020

જીવન છે એક રહસ્ય પણ બધા રાખે મુખપર હાસ્ય ખંધો માણસ કરે અટ્ટહાસ્ય સજ્જન ના રાખે મન માં વૈમનસ્ય। હું તો પૂછુ મારા મન ને હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success