ઈચ્છાશક્તિ ને પ્રભુ પ્રાર્થના Ichchha Shakti Poem by Mehta Hasmukh Amathaal

ઈચ્છાશક્તિ ને પ્રભુ પ્રાર્થના Ichchha Shakti

ઈચ્છાશક્તિ ને પ્રભુ પ્રાર્થના

તેનો તો હતો આધાર
મેં પણ કર્યો હતો એકજ નિર્ધાર
જીવન ની પ્રક્રિયા હતી ખુબજ ધારદાર
તેને પુરી કરવા જોઈએ માણસ પણ પાણીદાર।

મારો મનસૂબો પણ હતો મક્કમ
મારે જોઈતો હતો એક મુકામ
ઠરીઠામ થવાનો એક સાહસિક કિમિયો
જીવન સંગ્રામ તમને બનાવી દે છે લડવૈયો।

'આપણે ક્યારે થઈશું એક' તે વારેવારે પૂછતી
તેની આંખો મારી તરફ જોઈ કૈંક ચાહતી
હું તેને આશ્વાસન આપતો અને ધીરજ રાખવાનું કહેતો
મારી વાત નો ભરોસો તેના ચેહરા ઉપર સ્મિત રેલાવતો।

જીવન ની માણવી છે સુવાસ
અને જોઈએ સાથે સાથે સહ્રદ્ય સહવાસ
અમારા ઘર પાસે હશે રમણીય વાસ
જેની બહાર લખ્યું હશે ' આનંદ નિવાસ'

આ તો થઇ સામાન્ય જીવન ની વાત
કેવી કેવી પળો ગુજરશે રાત રાત
ચિંતાગ્રસ્ત અને ચિંતાતુર ચહેરો મારુ હાસ્ય છીનવી લેશે
પણ હું એને ધૈર્ય બંધાવું છું કે બધું સમયે જોઈ લેવાશે।

આજે હું જીવન ના અંતિમ પડાવ તરફ વધી રહ્યો છું
ઘણાજ પડકારો અને તકલીફો ને સહ્યો છું
પણ પ્રભુ એ "એક જ શક્તિ" સામનો કરવાની આપીછે
મેં પણ મારી સમગ્ર ઈચ્છાશક્તિ ને પ્રભુ પ્રાર્થના માં અર્પી છે।

ઈચ્છાશક્તિ ને પ્રભુ પ્રાર્થના Ichchha Shakti
Tuesday, December 13, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 December 2016

આજે હું જીવન ના અંતિમ પડાવ તરફ વધી રહ્યો છું ઘણાજ પડકારો અને તકલીફો ને સહ્યો છું પણ પ્રભુ એ “એક જ શક્તિ” સામનો કરવાની આપીછે મેં પણ મારી સમગ્ર ઈચ્છાશક્તિ ને પ્રભુ પ્રાર્થના માં અર્પી છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success