જગત ના તાત
ના કરીએ પેટ છૂટી વાત
તો થઇ જાશે કાળી રાત
માથાપર કલંક નો ટીકો લાગશે
આપણી આબરૂના ધજાગરા ઉડશે
આપણે કહીએ તેને જગત નો તાત
પણ ક્રૂર અને નિષ્ઠુર કુદરત એને મારે લાત
શા માટે એણે આપઘાત કરવો પડે?
આવા બહુમૂલા જીવન ને ત્યાગવું પડે?
ખેડૂતો એપણ વિચારવું રહ્યું
બીજા બધા ગરીબ માનવીઓને પણ સહેવું જ રહ્યું
ગયા વર્ષે મેઘરાજા રિસાયા અને અમે બધા મોંઘવારી માં પીસાયા
બસ કાળાબજારિયા ફાવ્યા અને મધ્યમ વર્ગ ના બુરા હાલ થયા।
આ વખતે મેઘરાજા એ મહેર કરી
ઠંડી માં ખુબ તાજા શાકભાજી એ લાજ રાખી
બધા ભાવ નીચે અને પ્રજા પોતાનું દુઃખ ભૂલી ગઈ
આવતા વર્ષોના એંધાણ બરાબર પારખી ગઈ।
મારી એક સાર્વજનિક અપીલ સરકાર જોગ
મફત વહેંચવાનો થઇ ગયો છે રોગ
લોકો ને પણ રાતોરાત પૈસાદાર થવું છે
પોતાના દેવામાં થી મુક્ત થવું છે।
સર્વિસ ટેક્સ ની જેમ ખેડૂત કાજે એક ટકો વેરો નાખો
તેને ' રાષ્ટ્રિય કિસાન કોષ' નામ આપી રાખો
જ્યા વધુ પડતું ખેડૂત આત્મહત્યા નું શરણું લેછે
તે જગા માટે આ ફંડ નો ઉપયોગ કરો।
બે કે ત્રણ જગા ના ખેડૂતો હંમેશા પીડાતા હોય છે
કોઈ કામદાર, ભિખારી વર્ગ કે પછી માધ્યમ વર્ગ નો આદમી રસ્તો કાઢતો હોય છે
ખેડૂતો ની મુસીબત એ છે કે કુદરત તેમના ઉપર રૂઠે છે
બધુજ દેવું કર્યાં પછી પણ આવેલો પ્યાલો હોઠે નીચે પડે છે।
જગત ના તાત માટે આટલું તો વિચારીયે
જે લોકો ને સારી નોકરીઓ મળીછે તેમના ઉપર ભારણ નાખીએ
આ લોકો ને કયું મોંઘવારી ભથ્થુ કે પછી વેતન મળે છે!
દેશ આપણો છે, પ્રજા આપણી છે પછી શા કાજે મરવું પડે છે।
ક્રિકેટ લીગ કે પછી ફિલ્મ જગતપર આની વિશેષ જવાબદારી નાખી શકાય
ખોટ કરતી એકમો બંધ કરી પ્રજા નો પૈસો પ્રજા માટે વાપરી શકાય
ફક્ત મોંઘવારી ભથ્થુ અને પગાર વધારો પાંચ વર્ષ માટે બંધ રાખો
દેશ માં કિસાન, જવાન અને સામાન્ય જણ નું જીવન તો ધબકતું રાખો!
welcome dev makwana Unlike · Reply · 1 · Just now
welcome manisha mehta Unlike · Reply · 1 · Just now Unlike · Reply ·
Aurora Mosquera gracias See translation Unlike · Reply · 1 · 3 hrs
Taru Solanki Excellent Unlike · Reply · 1 · 2 hrs
Pala Nandaniya Pala Nandaniya Very good sajetion, aa vat sarkar sushi dareke mokalvi joie, Jay Jawan, Jay Kishan Unlike · Reply · 1 · 27 mins
welcome kalpesh mawani Unlike · Reply · 1 · Just now
welcomesolanki gopal Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem dave keyur Unlike · Reply · 1 · Just now