જલ્દી થી નહિ મરે Jaldi Thi Poem by Mehta Hasmukh Amathaal

જલ્દી થી નહિ મરે Jaldi Thi

જલ્દી થી નહિ મરે

ના બાંધશો આગલા જન્મ નું ભાથું
જો જાણશો સત્ય તો ભમી જશે માથું
જે માતાની કૂખ ને ના ઓળખી શક્યો
તુ કેમે કરીને આ જન્મ માં સુખી રહ્યો।

સુખી તો તું છે જ
શ્રુષ્ટિ નો એક જ આધાર છે
આ છે તારી માતા ના વિચાર
કેવો હશે એનો નીર્ધાર?

મારા દીકરાને હું ડૉક્ટર બનાવીશ
અરે એન્જીનીયર અથવા શિક્ષક બનાવીશ
દુનિયા ને બતાવીશ કે માતા શું નથી કરી શકતી
છોકરા ના ભવિષ્ય માટે તે કયું બલિદાન નથી આપતી?

પણ આશું? વાયરો કેમ વંટાણો?
કેમ નિર્લજતા દેખાડી ને ફંટાણો
ઘરના ગરીબ ઘરડાઓને તરછોડી સમાજ માં પૂજાણો
આ તો શો છે કળજુગ નો હળહળતો જૂઠાણો?

ક્યાં છે ઘરડા માટે માન કે સન્માન?
નાના મોટા બધા કરે અપમાન
'બા નો પલંગ બહાર રાખો'
આખી રાત કરે છે ખોં ખોં।

જલ્દી થી નહિ મરે આ ઘરમાં થી!
ઘર દેવા માં ડૂબી જશે દવાના ખર્ચા માં થી
હવે તો સ્વર્ગે સિધાવે તો જ સારું
નહિ તો ઘર થઇ જશે બરબાદ અમારું।

મન વિચલિત થઇ જાય છે
ઊંઘ માં પણ હીબકાં આવી જાય છે
પણ આ વંટોળ તો સર્વત્ર ફેલાયો છે
મુશ્કેલ છે કેહવું કે કોણ સગો છે અને કોણ પરાયો?

જલ્દી થી નહિ મરે Jaldi Thi
Friday, November 11, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
James Mclain 11 November 2016

Where is the value of respect for the elderly? All small and insult 'Keep out of the side of the bed' To me is the dark in night. Nice write it is hard for other's to show respect.. iip

1 0 Reply
Mehta Hasmukh Amathalal 11 November 2016

મન વિચલિત થઇ જાય છે ઊંઘ માં પણ હીબકાં આવી જાય છે પણ આ વંટોળ તો સર્વત્ર ફેલાયો છે મુશ્કેલ છે કેહવું કે કોણ સગો છે અને કોણ પરાયો?

1 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success