જનમ ના સાથી... Janam Poem by Mehta Hasmukh Amathaal

જનમ ના સાથી... Janam

Rating: 5.0

જનમ ના સાથી
સોમવાર,26 નવેમ્બર 2018

મારા જનમ જનમ ના સાથી
રહેજો સદા સંગ સંગાથી
મારી સદા રહી અભિલાષા
કદી તોડશો ના આશા।

અમે કરી લીધો વિચાર
થયો જાણે પ્રકાશ નો સંચાર
આંખો એ કર્યોં એકરાર
વસાવા નવો સંસાર।

સાદગી ને અપનાવી
મન ને ખૂબ મનાવી
જાણે મળી સુખ ની ચાવી
ચિંતા એ કદી ના સતાવી।

લીધો બધા નો આશીર્વાદ
ના થવા દીધો કોઈ વિવાદ
મને ખુબ યાદ આવે એની યાદ
બધા પ્રેમ થી બોલાવે અને આપે પ્રતિસાદ

વર્ષો ની તપસ્યા ફળી
જીવનસાથી રૂપ માં મળી
મેં માનતાઓ માની હતી ઘણી
દુઃખ ની વાદળી ઓ વેરાણી।

હસમુખ અમથાલાલ મહેતા

જનમ ના સાથી... Janam
Monday, November 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 November 2018

વર્ષો ની તપસ્યા ફળી જીવનસાથી રૂપ માં મળી મેં માનતાઓ માની હતી ઘણી દુઃખ ની વાદળી ઓ વેરાણી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success