જનતા જનાર્દન છે Janata Poem by Mehta Hasmukh Amathaal

જનતા જનાર્દન છે Janata

જનતા જનાર્દન છે

મૌન રેલી
માનવ મહેરામણ ની હેલી
આજ છે લોકશાહી નું શાણપણ
વિરોધ ની વચ્ચે પણ ડહાપણ।

દુકાનો ને સળગાવો
પથ્થરમારો કરાવો
પોતાનાજ પગપર કુલ્હાડી
આપણી જ સંપત્તિ પર જડી।

આવું વધારે ચાલવાનું નથી
આપણે જ સમજી ને વધારે આગજની કરવાની નથી
પ્રશ્નો છે સળગતા પણ લાવીશું એનો ઉકેલ
વધારે કરીશું લોકો ને સામેલ।

લાંચીયા ને રુખસદ
અને ન્યાયી ને સભાસદ
આજ હશે હવે એક આશાવાદ
નહિ ચાલવા દઈએ સગાવાદ।

કાળી કમાણી નો ચોખ્ખો હિસાબ
નથી જોઈતો અમારે ખિતાબ
અમને જીવવા દો માનભેર
કેમ ના મળે અમને પૂરતું વળતર।

હવે બહુજ થયું
ખેડૂત નું હૃદય વ્યથિત થયું
જગત ના તાત ને આપઘાત કરવો પડે?
તોતો આપણ ને જ લાંછન લાગે।

આપણે કાયદો હાથમાં લેવો નથી
કોઈ સંપત્તિનું નુકસાન કરવું નથી
બસ હક માટે લડાઈ નો જયઘોષ કરવો છે
'જનતા જનાર્દન છે' એનો આભાસ કરાવવો છે।

જનતા જનાર્દન છે Janata
Thursday, March 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 March 2017

Niçk Sagar Thanks Unlike · Reply · 1 ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 March 2017

આપણે કાયદો હાથમાં લેવો નથી કોઈ સંપત્તિનું નુકસાન કરવું નથી બસ હક માટે લડાઈ નો જયઘોષ કરવો છે જનતા જનાર્દન છે એનો આભાસ કરાવવો છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success