જન્મદિવસ મુબારક
જીવન માં કૈંક કરવાનું મન થાય
કૈંક ગુમાવી ને કૈંક મળવાનું થાય
પોત્રી ને જોઈ મન હળવાશ અનુભાવે
તેને જોઈ જીવન જીવવાની લાગણી ઉદ્ભવે।
આજે તેનો જન્મદિવસ
પૂરું થયું ખાસ વરસ
જન્મ દિવસ ની વધાઈ
ઘર માં લાગણી થી ખુશી છવાઈ।
એક મધુર યાદ આવી ગઈ
" બા, બાસાંભળતા એ ગદગદ થઈ જતી"
મનોમન "ઘર ની લીલીવાડી " જોઈ હરખાઈ જતી
દિલ થી કૈંક આશીર્વાદ આપી પોતાનો હરખ દર્શાવતી।
છોકરાઓને જોઈ બાળપણ યાદ આવી જાય
બાળપણ માં ફરી માં બધા મિત્રો ભેગા થાય
એક બીજા ને અભિનંદન આપતા
અને ભેગા થઇ ને નાસ્તા નું આયોજન કરતા।
આંખ ની કીકી સમાન લાગે
તેનુ બોલવું જાણે એક વાધ્ય સમાન વાગે
મારા કાન એને સાંભળવા તરસે
વાણી જાણે અમૃત થઈને વરસે।
છોકરા ઓ આપણા ઉદ્યાન નું મહેકતું ફૂલ
સુગંધ થી તરબતર આપણું કુળ
આપનો સંસાર પણ રહે ઉજ્જવળ
ગરીબ હોઈએ તોપણ ખીલી ઉઠે કમળ।
શતં જીવમ શરદ
ભગવાન કરે તમને મદદ
અમારા ખુબખુબ આશિર્વાદ
ભગવાન થી પણ માગું દાદ।
welcome jayantibhai thakkar Like · Reply · 1 · Just now Manage
welcome tribhovan panchal Like · Reply · 1 · 4 mins Manage
welcome Nikhil valand Like · Reply · 1 · 2 mins Manage
welcome mahend gangadiya Like · Reply · 1 · 2 mins
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome mahend gangadiya Like · Reply · 1 · 2 mins