હીરાબેન - જનની સમાન, , Janni Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હીરાબેન - જનની સમાન, , Janni

Rating: 5.0

હીરાબેન - જનની સમાન
રવિવાર,10 મે 2020

જનની અને જનની સમાન
બંને ને મળે સરખું સન્માન
એકની કોખે જન્મ લેવાનું ગૌરવ
બીજાના હાથે એક સરીખો માતૃત્વ નો કલરવ।

કેટલો બધો સ્નેહ તમારી વાણી માં
હું તો ખેંચાતો રહેતો એની સરવાણી માં
કદી ના જોયો અણગમાનો વર્તારો
મને સફળ લાગતો મારો જન્મારો

આ જે માતાઓ ના ગૌરવ ને ઉજવવાનો દિવસ
ના લાગે છોકરાઓ ને લાગણી પરવશ
એજ લાગણી અને એજ મનોભાવ
હું હંમેશા રહુ તમારો ઋણીઅને રાખું અહોભાવ।

મિત્રતા ના સહવાસ નોહું ખુબજ આગ્રહી
અણબન થાય તો પણ ન રહુ હઠાગ્રહી
હીરાબેન ને હંમેશા હું મન માં અગ્ર્સ્થાન આપુ
એમના વેણ નેહું કદી ના ઉથાપુ

આવા જનની સમાન હીરાબેન ને આજે મારા ખુબખુબ અભિનંદન
હંમેશા સુખી અને કાયમ રહેતેમનું નંદનવન
તમે આશીર્વાદ આપતા રહો વરસોવરસ
અને છીપાવતા રહો અમારી જનેતા ની તરસ।

હસમુખ અમથાલાલ મહેતા

હીરાબેન - જનની સમાન, , Janni
Monday, May 11, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આવા જનની સમાન હીરાબેન ને આજે મારા ખુબખુબ અભિનંદન હંમેશા સુખી અને કાયમ રહેતેમનું નંદનવન તમે આશીર્વાદ આપતા રહો વરસોવરસ અને છીપાવતા રહો અમારી જનેતા ની તરસ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success