જરૂરી હોય તો જ
Sunday, September 20,2020
5: 23 AM
જીવન માં સતત કરવું મંથન
અસત્ય નુ થાય ઉથાપન
આ જ્ઞાન ના મળે તપોવન
કે પછી હોય હિમાલય નું અગાઢ વન।
જરૂરી હોય તો જ બોલવું
કડવી વાણી ને પણ સ્વિકારવું
"તિરસ્કાર અને ધિક્કાર" બંને આપણા દુશ્મન
મચાવી દે દંગલ બધા ને મન।
આવા બધા પ્રસંગો માં રાખવો સંયમ
બનાવી દો જીવનમંત્ર કાયમ
ના બોલવા માં નવગુણ
અવિચારી અને તુરંત પ્રતિક્રિયા પણ અવગુણ।
માણસ એ આપણા સમાજ નું પ્રતિબિંબ
"સત્ય અને પ્રકાશ" ઝળહળે થઈ ને બિમ્બ
અસત્ય ને ટાળી અંધારા માં થી નીકળવાનો પ્રયાસ
એવા અભિગમ ને અપનાવી કાઢવો કયાસ।
જીવન માં કોઈપણ વ્યક્તિ અબોધ નથી
સંતો પાસે પણ; મળવાનો બોધ નથી
મન નો દરવાજો આપણે જ ખોલવાનો છે
એને સમજવાનો પ્રયાસકરવાનો છે।
સંસાર અથાગ સાગર છે
આપણા માટે ઘૂઘવતો ભવસાગર છે
એના માટે જેટલો પ્રયાસ કરો તે અપૂરતો છે
આ જલદ પ્રશ્ન બધાને સતાવતો છે।
"હુંમાનવ થાઉં તો પણ ઘણું "
આખું જગત મારા માં સમાણુ
જો હું સમજુ આ ઉખાણું અને ઉગરુ
તો મારા જીવન ની સમસ્યા ધી ખરેખર ઊભરું।
ડો.જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જો હું સમજુ આ ઉખાણું અને ઉગરુ તો મારા જીવન ની સમસ્યા ધી ખરેખર ઊભરું। ડો.જાડીઆ હસમુખ