જિંદગી નો હેતુ, , Jindagi Poem by Mehta Hasmukh Amathaal

જિંદગી નો હેતુ, , Jindagi

જિંદગી નો હેતુ
સોમવાર,14 જાન્યુઆરી 2019

અલ્યા લાવી દે પતંગ ની જોડી
મેં તો આકાશભણી મીટ માંડી
આકાશ માં પતંગ ફેલાણા
રંગબેરંગી અને ઘણા આકાર માં દેખાણા।

આજ નો ઉત્સાહ છે અનેરો
પતંગ ને ઉડાડી મુકી ઢીલ નો દોરો
આવ્યો છે ઉત્સાહ સોનેરો
ચારે તરફ થી ઉઠે છે શોરબકોરો।

મારા સુખ ની કરું હું કલ્પના
રહી હંમેશા મારા દિલ ની કામના
સંગે રહી પતંગ ચગાવીએ
જીવન ની ડોર ને પણ સંભાળીએ।

એક બીજાનો સાથ સદા જો હોવે
તો તકલીફો પણ દૂર થઇ જાએ
આપણે સમજીએ તહેવાર નો અરથ
તો પુરા થઇ જાય સગળા મનોરથ।

સાથ આપવો એક બીજાનો
સુખ તો છે એનો પરવાનો
પતંગ કપાઈ ને દૂર થઇ જવાનો
જિંદગી નો હેતુ આમજ સરવાનો।

હસમુખ મહેતા

જિંદગી નો હેતુ, , Jindagi
Monday, January 14, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 January 2019

સાથ આપવો એક બીજાનો સુખ તો છે એનો પરવાનો પતંગ કપાઈ ને દૂર થઇ જવાનો જિંદગી નો હેતુ આમજ સરવાનો। હસમુખ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success