જીંદગી તું મને ગમે છે.. Jindgi Poem by Mehta Hasmukh Amathaal

જીંદગી તું મને ગમે છે.. Jindgi

Rating: 5.0

જીંદગી તું મને ગમે છે
Friday, November 15,2019
2: 07 PM

જીંદગી તું મને ગમે છે
પણ વારંવાર કેમ રડાવે છે?
સ્નેહીઓ ને દૂર કરતી જાય છે
પાછો ઉપદેશ આપતી જાય છે। જીંદગી તું મને ગમે છે

ના જોયેલા અને જાણેલા
પણ જીવન માં આવેલા
મન ને મોહિત કરી જાય છે
હિત કરી ને કાયમી પ્રવેશ કરી જાય છે।

મેં ના રાખી કદી અપેક્ષા
તેં તો સદા કરી ઉપેક્ષા
હજુ પણ મને છે એકજ મનસા
પુરી કરી દે ને મારી લાલસા। જીંદગી તું મને ગમે છે

ભલે રહી તું અણમાનીતી
પણ દુનિયા નું ધ્યાન રાખતી
અસુરો નો સંહાર અને સૂરો ને સહકાર
તું તો કરતી બધાનો સત્કાર। જીંદગી તું મને ગમે છે

તારા થી તો દોસ્તી ભલી
તું બને બધાની પ્રેમ થી સહેલી
રાખે બધાને હેમખેમ અને સાચવે જતન થી
રાખો જીવન માં સાદગી અને કરતા રહો બંદગી। જીંદગીતું મને ગમે છે

મારા તને ખુબ ખુબ અભિનંદન
જીવન બની રહે મારું નંદનવન
ના ફેરવી લેતી તારી આંખો
ને પૃરો કરી દેતી મારો મનખો। જીંદગીતું મને ગમે છે

હસમુખ અમથાલાલ મહેતા

જીંદગી તું મને ગમે છે.. Jindgi
Friday, November 15, 2019
Topic(s) of this poem: november,poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 November 2019

મારા તને ખુબ ખુબ અભિનંદન જીવન બની રહે મારું નંદનવન ના ફેરવી લેતી તારી આંખો ને પૃઓ કરી દેતી મારો મનખો। જીંદગી તું મને ગમે છે હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success