જીંદગી તને મેં ના જાણી
Sunday, December 8,2019
11: 27 AM
જીંદગી તને મેં ના જાણી
તું રહી મારા થી અજાણી
હું તો કરતો રહ્યો ઉજાણી
તું બની ને રહી શાણી।જીંદગી તને મેં ના જાણી
તારા વરવા અનેક રૂપ
તે આપ્યો એને નવો જ ઓપ
લોકો ફસાતા રહયા, તારી માયા માં
ખોવાઈ ગયા, ધકેલાઈ ગયા ગર્તા માં। જીંદગી તને મેં ના જાણી
તે કર્યો એવો અનોખો નાટક
હો તો જોઈ રહ્યો એકટક
તારા કહેલા શબ્દો ને વાગોળી રહ્યો
મન ને મન થી મનાવી રહ્યો। જીંદગી તને મેં ના જાણી
મને ફુલાવી દીધો
અને આંજી પણ દીધો
થોડી ઘણી દોલત ને પામી
જાણે બની રહ્યો અંતર્યામી। જીંદગી તને મેં ના જાણી
નજીવી ભૂલે મને ભાન ભુલાવ્યો
પર્વત ના શિખરથી નીચે પછાડ્યો
આબરૂ ના થયા લીરેલીરા
સાપ ગયા ને લિસોટા રહયા। જીંદગી તને મેં ના જાણી
લેવો કદી ના અભિમાન નો સહારો
કરશો કદી તો પછી જીવન ને હારો
ચડતી ને પડતી છે જીવન ની બાજી
સમજી ને ચાલો તો રહેશો રાજી। જીંદગી તને મેં ના જાણી
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
લેવો કદી ના અભિમાન નો સહારો કરશો કદી તો પછી જીવન ને હારો ચડતી ને પડતી છે જીવન ની બાજી સમજી ને ચાલો તો રહેશો રાજી। જીંદગી તને મેં ના જાણી હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal