જીવ લેવાની વાત Jiv Poem by Mehta Hasmukh Amathaal

જીવ લેવાની વાત Jiv

જીવ લેવાની વાત

કેટલા કેટલા ઉમંગ!
પણ પડો ગયો ભંગ
મોત આવી ગયું વહેલું
થઇ ગયું મોત વહાલું।

રહી ગયા અભરખા મનમાં
જીવન તરહાઇ ગયું નષ્ટ ઘડીકવાર માં
તમારી પતંગ ઉડાડવાની ઘેલછા
અમને મળી મોત ની સજા।

આકાશ માં કરતા હતા કિલ્લોલ
નહોતા આવતા હાથ માં ભલે કોઈ મારતું ગિલોલ
પાંખો હતી અમારી શક્તિ નું પ્રદર્શન
પતંગ ની દોરી એ અમને કરાવ્યું મોત નું દર્શન।

એવી મજા નો શો અર્થ!
જેથી થઇ જાય જીવન વ્યર્થ
હજુ તો પાંખો હમણાજ આવી હતી
ઉત્તરાયણ ને પણ અમારી મસ્તી ભાવી નહોતી

"કાપ્યો, કાપ્યો" ની ચિચિયારી ઉડી
અમારા મન માં કંપકંપી ઉઠી
પણ આ ગળા ફરતે ભરડો શાનો!
કેમ લાવ્યો છે મોત નો પરવાનો?

ના કરશો જુલ્મ પંખીડા ઓ માટે
જીવન ને બદલે મોત શાના કાજે?
મનુષ્ય ને પણ મોત તો ગમતું નથી
તો શીદ ને બીજા ને મોત આપી મન દ્રવિત થતું નથી।

આ પાવન પર્વ ઉપર એક નિશ્ચય જરૂર કરજો
જીવન ના આપી શકો તો કૈં નહિ પણ જુલમ કદી ના કરશો
મોત આપવું એ આપણા હાથ ની વાત નથી
હસતાહસતા અને મજાક માં જીવ લેવાની વાત નાનીસૂની નથી।

જીવ લેવાની વાત Jiv
Monday, January 8, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 January 2018

આ પાવન પર્વ ઉપર એક નિશ્ચય જરૂર કરજો જીવન ના આપી શકો તો કૈં નહિ પણ જુલમ કદી ના કરશો મોત આપવું એ આપણા હાથ ની વાત નથી હસતાહસતા અને મજાક માં જીવ લેવાની વાત નાનીસૂની નથી।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 January 2018

welcome Yasaman johari Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2018

welcome Manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2018

welcome Manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2018

welcome vijay mehta LikeShow More Reactions · Reply · 3 mins Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2018

Vijay Mehta Vijay Mehta 🙏 Like · Reply · 1 ·

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success