જીવન ની ભૂખ, , , Jivan Poem by Mehta Hasmukh Amathaal

જીવન ની ભૂખ, , , Jivan

Rating: 5.0

જીવન ની ભૂખ
સોમવાર,4 ફેબ્રુઆરી 2019

મારે પામવો પ્રકાશ પુંજ
નસીબવાન હશે જૂજ
ફેલાવતા હશે માનવતા ની સુગંધ
જળવાતું રહેતું હશે નામ પણ અકબંધ।

જીવન માં પામવાનું ઘણું
પણ લેવું પડે આત્મા નું શરણું
વિકાર નો કરવો પડે ત્યાગ
છોડવા પડે જીવન ના અંતરાગ।

કહેવું ઘણું સહેલ છે
અપનાવવું ઘણું મુશ્કેલ
કહેતા તો ડર લાગે
એને સહેતા તો ઘણી વાર લાગે।

જો જાતે સમજી શકો બીજાની યાતના
અને જીવાઈ શકો સામાન્ય સુખ વિના
પળે પળે લાગશે તમને લાંબો યુગ
પણ પામી શકશો સુખ અપનાવી યોગ।

સામાન્ય અને અદના આદમી નું સપનુ
મારે બધું સુખ શા કામનું?
મારે તો પામવું આત્મસુખ
બસ આજ છે જીવન ની ભૂખ!

હસમુખ અમથાલાલ મહેતા

જીવન ની ભૂખ, , , Jivan
Monday, February 4, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 February 2019

સામાન્ય અને અદના આદમી નું સપનુ મારે બધું સુખ શા કામનું? મારે તો પામવું આત્મસુખ બસ આજ છે જીવન ની ભૂખ! હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success