જીવન ની પળો... Jivan Poem by Mehta Hasmukh Amathaal

જીવન ની પળો... Jivan

Rating: 5.0

જીવન ની પળો
બુધવાર,15 મે 2019

જીવન ની આ પળો
સાથે બંધાયેલા છે વમળો
પણ ઘણી બધી યાદો છે વણાયેલી
હૃદયના એક ખૂણે છુપાયેલી।

મને યાદ છે
સાથે વિવાદ છે
પણ મનઘડંત નથી
મારા માં ખાલી આવડત નથી।

પ્રેમ માં હું ઘણો અનધઢ
કહીને કક્કાનો ચૌદમો અક્ષર "ઢ "
પ્રેમ નો ગઢ સર કરવા નાકામિયાબ
પણ હંમેશા રાખે તરકીબ કામયાબ।

વરસોના વહાણા વીતી ગયા
બધા પ્રસંગોનજર સામે આવતા ગયા
સમય ની ફોરમ ને મહેકાવતા ગયા
વીતી યાદો ને લહેરાવતા ગયા।

આવા જીવન યાદો ભલે છુપાયેલી રહે
વારેવારે યાદ અપાવતી રહે
એકાંત ની પળો માં મન ને મલકાવતી રહે
પ્રેમ ના મહત્વ ને ચમકાવતી રહે

હસમુખ અમથાલાલ મહેતા

જીવન ની પળો... Jivan
Wednesday, May 15, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આવા જીવન યાદો ભલે છુપાયેલી રહે વારેવારે યાદ અપાવતી રહે એકાંત ની પળો માં મન ને મલકાવતી રહે પ્રેમ ના મહત્વ ને ચમકાવતી રહે હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success